નાગપુર: વેન્ટિલેટર ન મળવાને કારણે વૈષ્ણવી નામની છોકરીનું સરકારી હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાની ઘટના બાદ વિધાનસભામાં રાજ્યમાં ભીષણ તબીબી સ્થિતિ સામે આવી છે. વેન્ટિલેટર ઉપલબ્ધ ન હોવાને કારણે તેને કૃત્રિમ શ્ર્વાસોશ્ર્વાસ આપવામાં આવ્યા હતા, પણ વેન્ટિલેટર ન હોવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ વસ્તુસ્થિતિ છે હાલમાં સરકારી હોસ્પિટલોમાં. હોસ્પિટલમાં વેન્ટિલેટર તો છે, પણ એ બગડી ગયાં છે, એવી કબૂલાત તબીબી શિક્ષણપ્રધાન ગિરીશ મહાજને વિધાનસભામાં આપી હતી.
સરકારી હોસ્પિટલોમાં પોસ્ટ ખાલી હોવાને કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે. વૈષ્ણવીનું મૃત્યુ થયું હોવાનો મુદ્દો વિરોધી પક્ષના નેતા અજિત પવારે બુધવારે વિધાનસભામાં ધ્યાનમાં લાવ્યો હતો. જો વૈષ્ણવીને વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યું હોત તો તે આજે જીવતી હોત. જોકે આ પ્રકરણે હોસ્પિટલના ડો. સુધીર ગુપ્તાને કાર્યમુક્ત કરવામાં આયા છે, એવું મહાજને જણાવ્યું હતું.