Homeઆમચી મુંબઈરાજ્યમાં કોરોનાનો આંકડો હજારની નજીક

રાજ્યમાં કોરોનાનો આંકડો હજારની નજીક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. સોમવારે કોરોનાના નવા ૯૧૯ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો ૮૧,૫૧,૧૭૬ થઈ ગયો છે. દિવસ દરમિયાન કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં કોરોનાના સક્રિય દર્દીનો આંકડો પણ ૪,૮૭૫ થઈ ગયો છે. જ્યારે લાંબા સમય બાદ મુંબઈમાં કોરોનાના ૨૪૨ કેસ નોંધાયા હતા.
મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તકેદારીના પગલારૂપે મુંબઈમાં ૬૦થી વધુ વયના લોકોને માસ્ક ફરજિયાત કરવાની સાથે જ હૉસ્પિટલોમાં કર્મચારીની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ માસ્ક પહેરવાનો ફરજિયાત કરી નાખવામાં આવ્યો છે. ત્યારે સોમવારે મુંબઈમાં કોરોનાના ૨૪૨ કેસ નોંધાયા હતા. એ સાથે જ મુંબઈમાં કોરોનાનો કુલ આંકડો ૧,૫૯,૨૨૫ થઈ ગયો છે. મુંબઈમાં સક્રિય કેસની સંખ્યામાં પણ વધારો થઈને તે ૧,૪૭૮ થઈ ગયો છે.
નવા ૨૪૨ કેસમાંથી ૨૧૪ દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નહોતો. તો ૨૮ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો ૧૩ દર્દીને ઑક્સિજનની જરૂર પડી હતી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧,૭૯૫ કોરોના ટેસ્ટ થયા હતા. દિવસ દરમિયાન એકે મૃત્યુ નોંધાતા નહોતા. પરંતુ અત્યાર સુધીનો મૃત્યુનો આંકડો ૧૯,૭૫૦ થઈ ગયો છે. મુંબઈનો રિકવરી રેટ ૯૮.૨ ટકા થઈ ગયો છે.
દિવસ દરમિયાન રાજ્યમાં ૯૧૯ કોરોનાના કેસ નોંધાયા હતા. એ સાથે જ કોરોનાનો કુલ આંકડો ૮૧,૫૧,૧૭૬ થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાથી ૭૧૦ દર્દી સાજા થયા હતા. એ સાથે જ કોરોનાથી મુક્ત થનારા દર્દીનો આંકડો ૭૯,૯૭,૮૪૦ થઈ ગયો છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૧૨ ટકા છે. રાજ્યમાં દિવસ દરમિયાન અકોલામાં કોરોનાના એક દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યનો મૃત્યુદર ૧.૮૨ ટકા થઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -