ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ મહિલા રેસલર્સનું આંદોલન હવે અલગ જ વળાંક લઈ રહ્યું છે. બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરનારા મેડલ વિનર વુમન રેસલર્સ હવે પોતાના આંદોલનને નવા સંસદ ભવનની દિશામાં વાળ્યું છે.
આંદોલનકારી મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે આજે પત્રકારો સાથેની વાતચીત કરતાં પોતાને ન્યાય મળે એ માટે શું કરવામાં આવશે એની માહિતી આપતા જણાવ્યું હતું કે અને બધા ખાપ પંચાયત અને વડીલોએ એક નિર્ણય લીધો છે. 28 તારીખના નવા સંસદ ભવનની સામે મહિલાઓની મહા પંચાયત ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શાંતિપૂર્ણ આંદોલનમાં યુવાનો અને અન્ય સમર્થકો મનોબળ આપવા માટે ઊભા રહેશે. આ લોકો અમારી તાકાત બનવાનો પ્રયાસ કરશે.
વિનેશ ફોગાટે આગળ એવું જણાવ્યું હતું કે આ મહિલાઓની મહા પંચાયત છે અને એને કારણે તેનું નેતૃત્વ પણ મહિલાઓ જ કરશે. અમારી જેટલી મોટી માતાઓ અને બહેનો છે, જે અમારા સમર્થન આવ્યા છે તેમને બધાને જ અમે આ આંદોલનમાં સહભાગી થવાની વિનંતી કરી છે. આ જે અવાજ ઉઠ્યો છે તે દૂર સુધી જવો જ જોઈએ. આજે જો અમને ન્યાય મળશે તો આવનારી પેઢીને હિંમત આપવાનું કામ કરી શકીશું.
આ જાહેરાત બાદ પ્રસાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે હજી તો નવી સંસદનું ઉદ્ધાટન થયું પણ નથી અને એની પહેલાં જ એની સામે કયું આંદોલન કરવામાં આવશે એનું ફૂલ પ્રૂફ પ્લાનિંગ થઈ ગયું છે.