હોળી પહેલા દેશમાં ફરી એકવાર મોતનો મિજાજ બદલાતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. દેશના 9 રાજ્યોમાં 5 થી 8 માર્ચ દરમિયાન વરસાદની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર આજથી લઇને 8 માર્ચ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. આગામી 2 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં જોરદાર પવનની પણ સંભાવના છે. IMD એ પણ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશના પશ્ચિમી જિલ્લાઓ, ગુજરાતના દક્ષિણ ભાગો અને વિદર્ભના ઘણા ભાગો, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર કોંકણ અને ગોવામાં પણ આગામી 3 થી 4 દિવસ દરમિયાન વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે. વિદર્ભના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિની ગતિવિધિઓ પણ જોવા મળી શકે છે.
ચોમાસા પહેલાના વરસાદથી પાકને ફાયદો તો થતા થશે, પરંતુ કરા અને ભારે પવન ઉભા પાકને વધુ નુકસાન પહોંચાડી શકે છે.