વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડનને આલિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ધૂમ મચાવી રહ્યો છે. એવામાં મોદીની આલિંગન આપવાની ખાસિયલ વિશે ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચા ચાલી રહી છે. વિશ્વના ટોચના નેતાઓ સાથે તેમના ટ્રેડમાર્ક આલિંગન માટે PM નરેન્દ્ર મોદી જાણીતા છે. મોદીએ તેમના આ ટ્રેડમાર્ક હગ્ઝનો બચાવ કરતા કહ્યું કે તેઓ પ્રોટોકોલથી અજાણ હતા કારણ કે તેઓ એક સામાન્ય, સાધારણ માણસ છે અને પણ હવે આ આલિંગન જ તેમની તાકાત બની ગયું છે, કારણ કે તેમની નિખાલસતા વિશ્વના નેતાઓ દ્વારા પસંદ કરવામાં આવી હતી. આવો જોઈએ PM Modiના કેટલાક Magical Hug Moments….
પહેલી તસવીરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પાલમ AFS ખાતે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું આગમન સમયે આલિંગન આપીને સ્વાગત કરતાં દેખાઈ રહ્યા છે.
આગળ વધીએ અને વાત કરીએ નરેન્દ્ર મોદીની સિઓલ વિઝિટની. સિઓલની પ્રેસિડેન્શિયલ બ્લુ હાઉસ ખાતે તેમની બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈનને પીએમ મોદી ગળે મળ્યા હતા.
PM નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મૌરિસિયો મેક્રીને ભારતીય રાષ્ટ્રપતિ નિવાસ સ્થાને તેમના આગમન પર ગળે લગાવ્યા હતા એ સમયની આ તસવીર…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના નવી દિલ્હી, ભારત ખાતેના પાલમ એરફોર્સ સ્ટેશન પર આગમન સમયે તેમને આલિંગન આપીને પોતિકાપણાનો ભાવ પ્રદર્શિત કરતાં પીએમ મોદી…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને નવી દિલ્હી, ભારતમાં ગળે લગાવ્યા.
રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન પણ બંને દેશના વડા એકબીજાને આલિંગન આપીને અભિવાદન કરવાનું ચૂકયા નહોતા.
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ કેલિફોર્નિયાના મેનલો પાર્કમાં ફેસબુક ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળતા જોવા મળ્યા હતા.
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પોતાની અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતેની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આલિંગન આપીને ગળે મળ્યા હતા.