ભારત સરકારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના દાવાને ફગાવી દીધો છે. સોમવારે, સ્કાયમેટ વેધરે દાવો કર્યો હતો કે આ વર્ષે ભારતમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે, જેને આજે મંગળવારે અર્થ સાયન્સ મંત્રાલયે ફગાવી દીધો છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્ય વરસાદ પડશે. મંત્રાલયનું કહેવું છે કે આ વર્ષે દક્ષિણ ભારત, પૂર્વ મધ્ય ભારત, પૂર્વીય ભારત, ઉત્તર-પૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભાગમાં સામાન્ય વરસાદ થશે. જોકે, મંત્રાલયનું કહેવું છે કે ઉત્તર-પૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે. આ સાથે પશ્ચિમ મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
Around 83.5cm of rainfall is expected for the monsoon months (June to September) all across India which is around 96% of the Long Period Average (LPA) with model error of ± 5%, falling under the normal category: Director General of Meteorology, IMD, Dr. M. Mohapatra@moesgoi pic.twitter.com/zIR6KufykO
— PIB India (@PIB_India) April 11, 2023
“>
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછા વરસાદ થાવની શક્યતા છે. લા નીનાના અંત થાવથી ભારતમાં દુષ્કાળ પડવાની 20 ટકા સંભાવના છે. તેમજ અલ નીનોની અસર પણ વર્તાઈ શકે છે. ઓછા વરસાદને કારણે આ વર્ષે કૃષિ પાક પર સંકટ આવી શકે છે.
સ્કાય મેટ અનુસાર, દેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં વરસાદની અછત રહેશે. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ઓછો વરસાદ પડશે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વર્ષના બીજા ભાગમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે.
જોકે સ્કાયમેટે કહ્યું હતું કે ઇન્ડિયન ઓશન ડીપોલ (IOD) ચોમાસા પર અસર કરી શકે છે. જો IOD મજબૂત બને તો અલ નીનો નબળો પડી શકે છે.