Homeદેશ વિદેશલોકસભાએ ૪૫ લાખ કરોડના ખર્ચવાળા બજેટને બહાલી આપી

લોકસભાએ ૪૫ લાખ કરોડના ખર્ચવાળા બજેટને બહાલી આપી

નવી દિલ્હી: લોકસભાએ ગુરૂવારે ભારે શોરબકોર અને ધાંધલ વચ્ચે સહેજ પણ ચર્ચા વગર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ના ૪૫ લાખ કરોડ રૂપિયાના ખર્ચ દર્શાવતા બજેટને બહાલી આપી હતી. સાંજે ૬ વાગ્યે ગૃહની બેઠક ફરી શરૂ થઈ ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૩-૨૦૨૪ના ગ્રાન્ટ્સની માગ અને બીજા સંબંધિત ખર્ચ ખરડા ચર્ચા અને મતદાન માટે રજૂ કર્યા હતા. અદાણી મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની માગણી સાથે વિરોધ પક્ષોના સતત શોરબકોર વચ્ચે સ્પીકર ઓમ બિડલાએ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકવાનો નિયમ (ગિલોટિન) લાગુ કરીને તમામ મંત્રાલયોની ગ્રાન્ટ્સની માગણીઓ મતદાન માટે મૂકી હતી. ગ્રાન્ટ્સની માગણીઓને બહાલી અપાતાં સ્પીકરે ગૃહની ગુરૂવારની કાર્યવાહી મુલતવી રાખી હતી. (એજન્સી) ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -