(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: શહેરમાં ઉત્તરાયણના દિવસે કાળી કાંકણસાર પક્ષીનો જીવ બચાવવામાં આવ્યો હતો. ઉત્તરાયણના રોજ ભાવનગર શહેરમાં આવેલી રબ્બર ફેક્ટરી વિસ્તારની નજીકથી એક સેવાભાવી એ ૧૯૬૨ નિ:શુલ્ક નંબર પર કોલ કરી કેસ નોંધાવ્યો હતો, કેસ મળતાની સાથે ૧૯૬૨ કરુણા અભિયાનની ટીમ ડૉક્ટર અને પાઈલોટ સાથે તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે એક કાળી કાંકણસાર પક્ષી ગંભીર રીતે પતંગની દોરીથી ઘાયલ થયું હોય તેવું જણાયું હતું અને તેની બંને પાંખોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સ્થળ પર જરૂરી સારવાર આપી પક્ષીને દવાખાને લઇ જવામાં આવ્યું અને ત્યાં તેને યોગ્ય રીતે બંને પાંખોમાં ગંભીર ઈજા હોવાને કારણે ટાંકા લેવાની જરૂર જણાઈ હતી જેથી બંને પાંખોમાં ટાંકા લેવામાં આવ્યા અને જરૂરી સારવાર અને ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાળી કાંકણસાર પક્ષી એક વન્યપક્ષી હોય તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નિગરાનીમાં રાખવાનું હોય જેથી તે પક્ષીને વિક્ટોરિયા પાર્ક ખાતે સોંપવામા આવ્યું હતું. ૧૯૬૨ સેવા દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ભાવનગરમાં ત્રણ જેટલી એમ્બ્યુલન્સની ટીમ ડૉક્ટરો સાથે ઉત્તરાયણના દિવસે અડીખમ ઊભી હતી.