Homeઆમચી મુંબઈમહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની સૌથી મોટી સિંહાસન આરૂઢ પ્રતિમા મૂકાશે

મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની સૌથી મોટી સિંહાસન આરૂઢ પ્રતિમા મૂકાશે

૩૨ ફૂટ ઊંચાઈ, વજન ૧૦ હજાર કિલોગ્રામ

નાગપુર: રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી વહીવટી તંત્ર નાગપુરના મહારાજબાગ વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજનું વિશ્ર્વમાં સૌથી મોટું પૂતળું બેસાડવાનું છે. સિંહાસન આરૂઢ એવા શિવાજીના પૂતળાની ઊંચાઈ ૩૨ ફૂટની હશે અને તેનું વજન ૧૦ હજાર કિલોગ્રામ છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
યુનિવર્સિટીની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂરાં થઇ રહ્યાં હોવાથી તેના શતાબ્દી વર્ષ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ તરફથી લોકભાગીદારી દ્વારા શિવાજી મહારાજનું પૂતળું બેસાડવામાં આવવાનું છે. આ મૂર્તિ કાંસ્ય ધાતુની હોઇ મહારાષ્ટ્ર શાસનના કલા વિભાગ અને ડિરેક્ટોરેટે તેને મંજૂરી આપી દીધી છે.
છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક એ ભારત સહિત વિશ્ર્વમાં માનવતાવાદી લોકશાહી વ્યવસ્થા નિર્માણ કરવાનો પહેલો સફળ પ્રયાસ છે. આને કારણે જ છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેકની યાદ અપાવે એ માટે તેમનું સિંહાસન આરૂઢ પૂતળું લોકોના મનમાં અંકિત થાય એ દૃષ્ટિકોણથી આ પૂતળું બનાવવામાં આવ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -