નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
મુંબઈ તો મેઘધનુષી નગરી છે. અહીં દરેકને પોતપોતાને પ્રિય એવા રંગ મળી રહે છે તો હૈયે રંજ લગાડનારી ઘટનાઓ પણ સર્જાતી રહે છે. નરીમાન પોઈન્ટની પાળે અફળાઈને પાછાં વળી જતાં મોજાઓ નિહાળતાં એક કવિએ કહ્યું છે: ‘તરંગોને તો દરિયો છે, કિનારાએ ક્યાં જવું.’ આવા રહસ્યમય નગરમાં અશક્ય વાત પણ શક્ય બની જતી હોય છે. એ માટે જૂના સમયની પ્રાથમિક શાળાનાં પાઠ્યપુસ્તકની એક કવિતા યાદ આવી જાય છે.
‘જુઓ, પેલા ચાંદાને કીડી ધાવે
બહેરો કહે કે બચબચ બોલે
આંધળો કહે કે જોવા જઈએ
લૂલો કહે કે દોડતા જઈએ
નાગો કહે કે લૂંટાઈ જઈએ.’
આજે આપણે અવકાશયાનને ચંદ્ર ઉપર ઊતરી શકીએ છીએ. મહાનગર મુંબઈમાં એવા એક નિષ્ણાત ડૉક્ટરો અને સુસજ્જ હૉસ્પિટલો છે કે મરેલા માણસની આંખ રોપીને આંધળાને દેખતો કરી શકે છે. બહેરાને યંત્રોથી કે ઓપરેશનથી સાંભળતો કરી શકે છે. લૂલાને તબીબી સારવારથી અને અન્ય યંત્રસામગ્રીથી દોડતો કરી શકે છે, હવે આવે છે નાગાની લૂંટાઈ જવાની વાત. આ શહેરમાં લોહી અને કિડનીની પારાવાર આવશ્યકતા રહે છે. તો પૈસાની લાલચે પેલા નાગાનું લોહી અને તેની કિડની લઈને તેને લૂંટવામાં કોઈ પાછીપાની કરે એવું નથી. આવા મહાનગરમાં અનેક રંગરાગ વચ્ચે આ બધું નિહાળીને કવિહૈયે રંજ ઊમટે અને કહે કે ‘તરંગોને તો દરિયો છે. આ દિલ મારાએ ક્યાં જવુંં.’ તે સ્વાભાવિક છે.
આજે આ શહેરમાં વૃક્ષો ગાયબ થઈ રહ્યા છે અને મકાનો ઊભા રહ્યા છે તો સાથોસાથ સાંસ્કૃતિક પરંપરાનો પણ લોપ થઈ રહ્યો છે. એક સમયે કોલાબાથી વસઈ-વિરાર સુધી ઈસ્ટ ઈન્ડિયનોનો જમાનો હતો. તેઓ જમીન-જાયદાદ અને મકાનો ધરાવતા હતા. એમની ભાષા કોંકણી-મરાઠી-પોર્તુગીઝ શબ્દો મિશ્રિત ભાષા હતી. આ ઈસ્ટ ઈન્ડિયનો એટલે મુંબઈથી વિરાર-કરંજા વિસ્તારના ક્રિશ્ર્ચિયનો. એમનો પહેરવેશ પણ સહુથી નોખો તરી આવે એવો હોય છે. આજે માંડ માંડ ભાયંદર-ઉત્તાન-વસાઈ વિસ્તારના થોડા લોકોમાં એ પહેરવેશ જોવા મળે છે અને એ બોલી સાંભળવા મળે છે. આઘાતની વાત એ છે કે ઈસ્ટ ઈન્ડિયનો પોતાની ભાષાને તુચ્છ સમજીને તેનો પ્રચુર ઉપયોગ કરતા નથી અને મરાઠીને વિશેષ મહત્ત્વ આપે છે, આથી પોશાક અને બોલીને પરંપરાનો લોપ થઈ રહ્યો છે.
વસાઈમાં જ્યારે પોર્તુગીઝ શાસન સ્થપાયું ત્યારે વાંદરાથી વિરાર-કલ્યાણ સુધીના હિન્દુઓને ધર્માંતર કરાવીને ક્રિશ્ર્ચિયન બનાવ્યા અને તેમાં બ્રાહ્મણ, પ્રભુ અને અન્ય ઉચ્ચ વર્ગના લોકો વટલાતા તેમને પદ અને પ્રતિષ્ઠા આપ્યાં. સરકારી વહીવટમાં ઉચ્ચ ઓધ્ધા સુધીની નોકરીઓ અપાઈ અને જમીન-જાયદાદની બક્ષિસ. આ લોકોને યુરોપિયનો સાથે લગ્ન કરવાની પણ છૂટ અપાઈ, ત્યાર પછી એમને ઈસ્ટ ઈન્ડિયન તરીકે ઓળખવામાં આવ્યા. હૃદયથી તો આ લોકો ભારતીય જ રહ્યા છે. ‘સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે.’ કહેનાર લોકમાન્ય ટિળકના એક સાથી શ્રી જોસેફ બેપ્ટીસ્ટા હતા અને શ્રી ટિળક આયોજિત ઈન્ડિયન હોમ રૂમ લીગના પ્રથમ પ્રેસિડન્ટ બન્યા હતા.
વિચારોથી જ નહીં, વ્યવહારથી પણ તેઓ ભારતીય હિન્દુ રહ્યા છે. ઈસ્ટ ઈન્ડિયનોમાં પણ પતિ-પત્ની હિંદુઓની જેમ એકબીજાને નામથી સંબોધતા નહોતા.ં
ઉત્તર વસાઈ અને વૈતરણી નદી કિનારેના વિસ્તારમાં વસતા ઈસ્ટ ઈન્ડિયન ક્રિશ્ર્ચિયનોને સામવેદી ક્રિશ્ર્ચિયન તરીકે ઓળખવામાં આવે છે. એમની મુખ્ય વસતી નંદકાલ, નિર્મલ, ભુઈગાંવ, ઘાસ અને અગાશી ગામોમાં છે. ઈ.સ. પૂર્વે ૭૦૦ અને ઈ.સ. પૂર્વે ૩૦૦ના સમય દરમિયાન સોપારા બંદરે આવી વસેલા બ્રાહ્મણોને ધર્માંતર કરાવીને ક્રિશ્ર્ચિયન કર્યા ત્યારે તેમને સામવેદી ક્રિશ્ર્ચિયન તરીકે ઓળખાવવામાં આવ્યા હતા. દક્ષિણ વસાઈ વિસ્તારમાં તેમની વસતી ચુલના, માણિકપુર અને ગોખીવરામાં મુખ્ય છે.
કોલાબા નામ કેમ પડ્યું?:
કોલી (મચ્છીમાર) ક્રિશ્ર્ચિયનો અને હિન્દુ કોલીઓ ગામડાઓમાં સાથોસાથ રહે છે. આ કોલી ક્રિશ્ર્ચિયનો પણ પોતાને ઈસ્ટ ઈન્ડિયનો તરીકે ઓળખાવે છે, એ કોલીઓ સારી એવી જમીન-જાયદાદ ધરાવતા હતા. એમની જાયદાદ ‘કોલાભાટ’ (કોલી સંપત્તિ – કોલ એસ્ટેટ) તરીકે ઓળખાતી હતી. અંગ્રેજોએ આ ‘કોલાભાટ’ ઉપરથી ‘કોલાબા’ કર્યું.
મઝગાંવમાં પણ માછીમારોની સારી એવી વસતી હતી. અહીંના દરિયામાંથી સારી એવી માછલીઓ મળી આવતી હતી. એટલે એ વિસ્તારને ‘મચ્છગાંવ’ તરીકે લોકો ઓળખતા હતા અને તે ઉપરથી મઝગાંવ નામ પડ્યું હોવાનું કહેવામાં આવે છે.
ઈસ્ટ ઈન્ડિયન સ્ત્રીઓ સાડીઓ પહેેરે છે તેનો ‘શેડ’ મુખ્યત્વે લાલ હોય છે તથા ઝાંખી સફેદ કાળી લીટીઓ કે ચોકડીની ભાત હોય છે. એમની સાડીમાં ફૂલબુટ્ટા કે અન્ય ડિઝાઈનો હોતી નથી. સાડીની કિનારીઓ પહોળી હોય છે. આ સાડી ૯ થી ૧૦ વારની હોય છે. સામવેદી ક્રિશ્ર્ચિયન મહિલાઓ છથી સાડા છ વારની સાડીઓ પહેરે છે.
સામવેદી ક્રિશ્ર્ચિયન ક્ધયાઓ પગમાં ચાંદીના બે કડાં પહેેરે છે, જ્યારે તે પ્રથમવાર ઋતુસ્નાન કરે છે ત્યારે એક કડું કાઢી લેવામાં આવે છે અને લગ્ન થાય ત્યાર પછી બીજું કડું કાઢી લેવામાં આવે છે.
બીજી એક વિચિત્ર પ્રથા સામવેદી ક્રિશ્ર્ચિયનોમાં છે. લગ્નના દિવસે ક્ધયાના મોઢા પર ગુલાબજળમાંં ભીંજવેલું ફૂલ ફેરવવામાં આવે છે અને પછી દાઢી કરવામાં આવતી હોય તેમ અસ્ત્રાની બુઠી બાજુ ક્ધયાના ગાલ પર ફેરવવામાં
આવે છે.
ક્ધયા જ્યારે લગ્નવિધિ માટે ચર્ચ-દેવળમાં જાય છે, ત્યારે તેના પગલાં ઉપર બરાબર ધ્યાન રાખવામાં આવે છે. જો ક્ધયા જમણો પગ મૂકીને ચર્ચમાં પ્રવેશ કરે તો તેને અપશુકન માનવામાં
આવે છે.
વસાઈના વિજયની વાત
પોર્તુગીઝ પાસેથી મરાઠાઓએ વસાઈ કેવી રીતે જીતી લીધું તે વિશેની એક લોકકથા ઈસ્ટ ઈન્ડિયનોમાં છે. મરોલના બંગડીવાળાઓએ મરાઠાના જાસૂસ તરીકે કામ કર્યું હતું. વસાઈની તમામ ધર્મ-જાતિની મહિલાઓને તે વખતે કાચની બંગડી પહેરવાની જબરી રઢ હતી. આ બંગડીવાળાઓ શહેરમાં દાખલ થયા અને હજામો સાથે રહેવા-ફરવા લાગ્યા અને બાતમી પહોંચાડતા રહ્યા, ભારે લડાઈ થવા પામી હતી અને ‘નવ લાખ બંગડી ફૂટલી’ એવું કહેવાયું છે.
ઈસ્ટ ઈન્ડિયન બોલી
ઈસ્ટ ઈન્ડિયન બોલીનો પડઘો એમના લગ્નગીતોમાં પડે છે:
‘નગરા બાહેરૂ બાવા ગા કાય વાજતે
સાતસે ઘોરે ચી ધુયે ગો પાવુલં વાજતય
પાઉલં વાજતન બાવા ગા કોનીસા યેતય
બલીયાચા પુત ગો તુલા પરનાલા યેતય’
– બાપુજી ગામના પાદરે શાનો અવાજ આવી રહ્યો છે.
દીકરી, સાતસો ઘોડાઓનાં પગલાંનો એ અવાજ છે.
એ ઘોડાના પગલાં વાગતાં હોય તો કોણ આવી રહ્યું છે,
બાપુજી?
દીકરી, તને પરણવા રાજકુમાર આવી રહ્યો છે.
ૄૄૄ
દુનિયાના નકશા ઉપર મુંબઇ નગર હંમેશાં કોઇ ને કોઇ રીતે ચમકતું રહેતું હોય જ છે. નગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝથ દર વરસે બહાર પડે છે તે ઉઘાડીને જોઇશું તો તેમાં મુંબઇની વ્યક્તિ જોવા મળે જ છે. હવે, આ વરસે આ સંસ્થા નગિનેસ બુક ઑફ પ્લેસીઝથ આવતા ઑક્ટોબર મહિનામાં પ્રગટ કરનાર છે અને તેમાં મુંબઇ શહેરનાં બે સ્થળો ફલોરા ફાઉન્ટન અને ગેટ વે ઑફ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. ફલોરા ફાઉન્ટનનું નામ બદલીને હુતાત્મા ચોક રાખવામાં આવ્યું છે. છતાં લોકજીભેથી ફલોરા ફાઉન્ટન નામ ઊતરતું નથી. ફલોરા ફાઉન્ટન એ મુંબઇનું પાશભભફમશહહશથ છે. નફલોરાથ નામ કેવી રીતે આવ્યું તે વિશે હજીયે મતભેદ પ્રવર્તે છે. નબોમ્બે સિટી ગેઝેટિયરથમાં જણાવવામાં આવ્યું છે કે ૧૮૬૫ની આસપાસ આ ફુવારો બાંધવામાં આવ્યો હતો અને તે પણ મુંબઇના ગર્વનર સર બાર્ટલે ફીઅરની યાદગીરી જાળવી રાખવા માટે. પ્રથમ તો આ ફુવારો રાણીબાગમાં ભાયખલા ખાતે સ્થાપવાનું વિચારાયું હતું. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ૧૯૬૨માં નગ્રેટર બોમ્બે ટૂરિસ્ટસ કમ્પેનિયનપ નામનું પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું છે કે મૂળ નામ ફ્રીઅર ફાઉન્ટન રખાયું હતું, પણ લોકજીભે ફલોરા ચઢી ગયું.
જ્યારે લોકો ફ્રીઅર રોડ નામ યાદ રાખી શકતા હોય તો ફ્રીઅર ફાઉન્ટન નામ યાદ રાખી શકે નહીં એવું તો બને જ નહિ. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના નપબ્લિક રિલેશન્સથ ખાતાની આ ગંભીર ભૂલ છે. ઇતિહાસકાર શ્રી ન. ર. ફાટક જણાવે છે કે નફલોરલ ફાઉન્ટનપ નામ અપાયું હતું અને તે ઉપરથી ફલોરા શબ્દ બન્યો. ફલોરા એટલે પુષ્પ-વનસ્પતિ વિશે. ફ્રેન્ચ સેનાપતિ નેપોલિયન બોનાપાર્ટ વિશ્ર્વવિજય મેળવવા નીકળ્યો હતો ત્યારે આખું યુરોપ ખળભળી ઊઠયું હતું. આ નેપોલિયન સામે અંગ્રેજો તરફથી બાથ ભીડનાર ડયુક ઑફ વેલિંગ્ટન હતો. નેપોલિયન સામેના વિજયમાં ડયુક ઑફ વેલિંગ્ટનની યાદગીરી ખાતર મુંબઇના નાગરિકોએ આ નફલોરા ફાઉન્ટનપ ઊભો કર્યો હતો. ડયુક ઑફ વેલિંગ્ટન અઢારમી સદીનાં છેલ્લાં વરસોમાં અને ઓગણીસમી સદીના આરંભમાં મુંબઇ ખાતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં આર્થર વેલ્સલી નામે નોકરીએ હતો. ૧૮૦૨માં બીજા બાજીરાવ પેશ્ર્વાના લશ્કર સામે એણે વિજય મેળવ્યો હતો અને મુંબઇએ એનું એક ભવ્ય સમારંભ યોજી જાહેર સન્માન કર્યું હતું.
મુંબઇમાં સાસુન ડોક બાંધનાર આલ્બર્ટ સાસુને પોતાની પુત્રી ફલોરાની યાદમાં આ ફુવારો બંધાવ્યો હોવાની વાત પણ એટલી જ પ્રચલિત છે. મુંબઇના કોટ વિસ્તારમાં અને વિશેષ કરીને હોનીમેન સર્કલ ફરતે યાહુદી બાંધણીનાં સાસુન મકાનો બાંધનાર આ આલ્બર્ટ સાસુન હતા. આલ્બર્ટ એ ડેવિડ સાસુનનો મોટો પુત્ર અને ૧૮૩૨માં મુંબઇ આવ્યો હતો. સુએઝની નહેર ઊઘડતાં યુરોપથી મોટી મોટી આગબોટો મુંબઇ બંદરે આવવા લાગી પણ લાંગરવા માટે યોગ્ય ગોદી નહોતી. આથી કોલાબા ખાતે આવેલી ખૂબ જ ખડકાળ જમીન આલ્બર્ટ સાસુને ખરીદી લઇ ૧૮૭૨-૧૮૭૫માં પુષ્કળ પૈસા ખર્ચીને સાસુન ડોકનું બાંધકામ કર્યું. સમય જતાં બ્રિટિશ સરકારે સાસુન ડોકની ખરીદી કરી લીધી. આ જ આલ્બર્ટે મુંબઇમાં સાસુન મિલો ઊભી કરી હતી. (ક્રમશ:)