Homeદેશ વિદેશઅકસ્માત કે કાવતરું? ‘દ કેરલા સ્ટોરી’ની ટીમને નડ્યો અકસ્માત : અભિનેત્રીએ ટ્વીટ...

અકસ્માત કે કાવતરું? ‘દ કેરલા સ્ટોરી’ની ટીમને નડ્યો અકસ્માત : અભિનેત્રીએ ટ્વીટ કરી આપી આરોગ્યની જાણકારી

દ કેરલા સ્ટોરી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અનેક વિવાદો બાદ પણ ફિલ્મ 100 કરોડના ક્લબમાં આવી ગઇ છે. ત્યારે ફિલ્મની મુખ્ય અભિનેત્રી અદા શર્મા અને દિગ્દર્શક સુદિપ્તો સેન 14મી મેના રોજ એક હિન્દુ યાત્રામાં સામેલ થવા કરીમનગર જઇ રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત થયો હતો. જોકે આ અકસ્માતમાં બંનેને કોઇ ઇજા થઇ નથી તેવી જાણકારી અદા શર્માએ જાતે ટ્વીટ કરી આપી હતી. વિવાદોમાં રહેલ દ કેરલા સ્ટોરીની અભિનેત્રી અને દિગ્દર્શકને આમ અકસ્માત નડતાં આ અકસ્માત છે કે કાવતરું તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરુ થઇ ગયો છે.

અદા શર્માએ જાતે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સને તેમના આરોગ્ય બાબતે જાણકારી આપી હતી. તેણે ટ્વીટ કરતાં લખ્યું કે મિત્રો હું ઠીક છું. અમારા અકસ્માત બાબતે અનેક સમાચારો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. પણ મારી સાથે અમારા ટીમના બધાજ લોકો સહીસલામત છે. કોઇને પણ ગંભીર ઇજા થઇ નથી. મારી કાળજી કરવા બદ્દલ હું આપ સૌની આભારી છું.

આ અંગે સુદિપ્તો સેને પણ ટ્વીટ કર્યુ હતું. સુદિપ્તોએ ટ્વીટ કરી જણાવ્યું કે, આજે અમે કરીમનગરની એક યાત્રામાં અમારી ફિલ્મના પ્રમોશન માટે જઇ રહ્યાં હતાં. જોકે એક ઇમરજન્સી હેલ્થ ઇશ્યુને કારણે અમે કરીમનગર આવી શકતાં નથી. હું કરીમનગરની જનતાની મનથી માફી માંગુ છું. આપડી છોકરીઓને બચાવવા માટે અમે આ ફિલ્મ બનાવી છે. અમને તમારા સાથની જરુર છે.

ત્યારે ફિલ્મની ટીમને થયેલ અકસ્માત કાવતરું તો નથી ને એવી ચર્ચાઓએ માત્ર રાજકીય વર્તુળો નહીં પણ ફિલ્મના ચાહકોમાં પણ વેગ પકડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -