Homeદેશ વિદેશThe Kerala Story: સુપ્રીમ કોર્ટમાં આ દિવસે સુનાવણી

The Kerala Story: સુપ્રીમ કોર્ટમાં આ દિવસે સુનાવણી

નવી દિલ્હીઃ The Kerala Storyને લઈ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પ્રતિબંધ મૂકવાની અરજી પર સુપ્રીમ કોર્ટ બુધવારે સુનાવણી હાથ ધરશે. ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં બેન કરવાની અરજી દાખલ કરી હતી. આ દાખલ કરવામાં આવેલી અરજીને લઈ સીજીઆઈ ડી. વાય ચંદ્રચુડ, જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે બી પારડીવાલાએ કહ્યું હતું કે આ કેસમાં એકસાથે સુનાવણી કરવામાં આવશે.

ગત સુનાવણીમાં મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ અને ન્યાયાધીશ પી. એસ. નરસિમ્હાની પીઠે પશ્ચિમ બંગાળની સરકારને સવાલ કરતા કહ્યું હતું કે દેશના અન્ય હિસ્સામાં જો આ ફિલ્મ વિના કોઈ સમસ્યાએ રિલીઝ કરવામાં આવતી હોય તો તમને પ્રતિબંધ મૂકવામાં કોઈ કારણ જણાતું નથી.

સુપ્રીમ કોર્ટમાં કેરળ અને તમિલનાડુ હાઈ કોર્ટ દ્વારા આ ફિલ્મમાં વચગાળાનો સ્ટે મૂકવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કેરળ હાઈ કોર્ટને ફિલ્મ પર વચગાળાનો સ્ટે મૂકવાની અરજી કરી હતી. કેરળ હાઈ કોર્ટે ફિલ્મની રિલીઝમાં રોક લગાવવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે આ ફિલ્મ સાચી ઘટનાઓ આધારિત છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ એન. નાગરેશ અને જસ્ટિસ સોફી થોમસે કહ્યું હતું કે આ ફિલ્મને જોયા પછી રિલીઝ કરવાની મંજૂરી આપી હતી.

આ ફિલ્મમાં કોઈ સમુદાય માટે કોઈ મુશ્કેલીજનક બતાવવામાં આવ્યું નથી. કોર્ટે સવાલ કર્યો હતો કે કોઈ પણ અરજદારે આ ફિલ્મ જોઈ છે. પ્રોડયુસરે કહ્યું હતું કે ફિલ્મમાં અમુક ઘટનાનું કાલ્પનિક વર્ઝન કર્યું છે. આ ફિલ્મના ટીઝરને પણ સોશિયલ મીડિયાને હટાવવા રાજી નથી, જેમાં 32,000 મહિલાને આઈએસઆઈએસમાં સામેલ કરવાની ફિલ્મની સ્ટોરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -