મહારાષ્ટ્રની જેલમાં હાલમાં કેદીઓને પરિવાર સાથે સંપર્ક સાધવા માટે કોઇન બોક્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોકે ઘણાં કેદીઓને અતિસુરક્ષા વિભાગ, સુરક્ષા યાર્ડ તથા અલાયદી કોઠડીમાં સુરક્ષાના કારણોવશ રાખવામાં આવે છે. આવા કેદીઓને ફોન કરવા માટે જે જગ્યાએ કોઇન બોક્સ છે ત્યાં લઇ જવા પડતાં હોવાથી સુક્ષાની દૃષ્ટિએ તે ખતરનાક સાબિત થઇ શકે છે. પૂણેમાં આવેલ યરવડા મધ્યવર્તી જેલના કેદીઓ માટે પ્રાયોગીક ધોરણે મફત સ્માર્ટ ફોન સુવિધા ઉપલબ્ધ કરાવી આપવા માટે રાજ્ય સરકારે પરવાનગી આપી છે.
રાજ્યભરની વિવિધ જેલના કેદીઓ તેમના પરિવાર સાથે સંપર્ક સાધી શકે તે માટે વિવિધ જગ્યાએ કોઇન બોક્સ લગાવાવમાં આવ્યા છે. કોઇ પણ કેદીને તેના પરિવાર સાથે વાત કરવી હોય તો તે અધિકારીની પરવાનગી લઇને વાત કરી શકે છે. જોકે હાલમાં જે કોઇન બોક્સ આપવામાં આવ્યા છે તે હવે બજારમાં સરળતાથી ઉપલબ્ધ નથી. ઉપરાંત તે બગડ્યા બાદ રિપેર થઇને મળતાં નથી. ઉપરાંત ઘણાં કેદીઓને અતિસુરક્ષા વિભાગ, સુરક્ષા યાર્ડ તથા વિભક્ત જેલમાં સુરક્ષાના ભાગરુપ રાખવામાં આવે છે. આવા કેદીઓને તેમના પરિવાર સાથે વાત કરવા માટે જે જગ્યાએ કોઇન બોક્સ લગાવવામાં આવ્યા છે ત્યાં લઇ જવા પડે છે. ત્યારે આ બાબત જેલની સુરક્ષાની દૃષ્ટીએ ખતરનાક સાબિત થઇ શકે છે. તેથી આવા કેદીઓને કોઇન બોક્સની જગ્યાએ મોબાઇલ ફોનની સુવિધા આવપામાં આવે એવી માંગણી રાજ્યના કેટલાંક જેલ અધિકારીઓએ કરી હતી.
આ પ્રસ્તાવ મુજબ રાજ્ય સરકારે પૂણેની યરવડા મધ્યવર્તી જેલમાં પ્રાયોગીક ધોરણે સ્માર્ટ ફોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેથી હવે જેલાના આ કેદીઓ સ્માર્ટ ફોનથી પોતાના પરિવાર સાથે સંપર્ક સાધી શકશે. જોકે આ સાથે આ સુવિધા પૂરી પાડનાર કંપનીએ જેલના નિયોમનું પાલન કરવું પડશે. આવા સ્માર્ટ ફોનનો દુરઉપયોગ ન થાય તેની જવાબદારી જેલ અધિક્ષકની રહેશે.