જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
(ગતાંકથી ચાલુ)
મથુરાના કંકાલી ટીલાથી પ્રાપ્ત થયેલ લગભગ ૨૦૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન શિલાલેખનો લેખ પ્રો. જ્યોર્જ બ્હોલર ઊાશલફિબવશભફ ઈંક્ષમશભફ માં લખે છે.
શિલાલેખની પહેલી લાઈન:भगवतो उसभस्स वारणे गणे नाडिले कुले…
ભાવાર્થ: ભગવાન ઋષભદેવને નમસ્કારણ વારણગણમાં નાડિલ કુળમાં…
આ શિલાલેખથી પણ સિદ્ધ થાય છે કે શ્રી ઋષભદેવનો પ્રભાવ અને ભગવાન ઋષભદેવને ઉપાસક દેવ તરીકે માનનારા સમસ્ત ભારત વર્ષના લોકો હતા. પુરાણ વચનોથી એટલું નક્કી થાય છે કે શ્રી ઋષભદેવનું સામ્રાજ્ય ઉત્તર હિમાલયથી છેક દક્ષિણ ભારત સુધી હતું.
પુરાણમાં ઋષભદેવ સર્વ ક્ષત્રિયોના આદ્યપુરુષ કહેવાયા છે. આવા ઋષભદેવ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર તરીકે પ્રસિદ્ધ છે. અને તેઓ હિમાલય ઉપર સાધના કરી સિદ્ધપદને પ્રાપ્ત કર્યું છે.
શ્રી ઋષભદેવ ભગવાનનું અષ્ટાપદ કૈલાશગિરિ ઉપર નિર્વાણ થયેલું. એટલે કે સંસારથી મુક્ત થયેલા. તેમના મોટા પુત્ર ભરતચક્રવર્તીએ ૨૪ તીર્થંકરોની દેહપ્રમાણ મૂર્તિઓ બિરાજમાન કરી, ત્યાં મોટું સોનાનું જિનાલય બનાવ્યું. અને તેની સુરક્ષા માટે લોખંડમાંથી બનેલા બે પુતળા રાખ્યા. વર્તમાનકાળમાં પ્રચલિત થતા ‘રોબર્ટ’ની કલ્પના કદાચ અહીંથી જ મળી હોય.
આજથી અસંખ્ય વર્ષ પૂર્વે જિનાલયની સુરક્ષા માટે યંત્રમાનવોની વ્યવસ્થા થઈ આ બાબત જૈન શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. બીજા તીર્થંકર અજિતનાથ ભગવાનના સમયમાં સગરચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રો એ અષ્ટાપદની સુરક્ષા માટે અષ્ટાપદની ચારે તરફ મોટી ખાઈ ખોદી તેમાં ગંગાનું પાણી લાવ્યું. સગર મહારાજાના પૌત્ર ભગીરથે એ ગંગાને ધારણ કરી રાખી.
કૈલાસનું અષ્ટાપદ નામ છે. એ બાબત આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી ‘અભિદ્યાન ચિંતામણી ગ્રંથ’માં લખે છે – કે ‘ફઘટળરુત્શ્ર્નટૂ ઇેંબળલળજ્ઞશ્ર્ળક્ષડ શ્ર્નથરુચઇંળખબ’ – ૪-૯૪
અર્થાત્ – કૈલાશ પર્વતના ચાર નામ છે. (૧) રજતાદ્રી (૨) કૈલાશ (૩) અષ્ટાપદ (૪) સ્ફટિકાચલ… આ સિવાયના જે નામ પ્રાપ્ત થાય છે તે આ રીતે… ધન્દાવાસ – હરાદ્રિ – હિમવત્ – હંસ – ધવલગિરિ – કૈલાશ, અષ્ટાપદ બન્ને એક જ પર્યાયવાસી શબ્દ છે. અતિપ્રાચીનકાળથી જૈન ધર્મ અષ્ટાપદ – કૈલાસ પર્વતની ઉપાસના કરે છે. વિદ્વાનો આ તીર્થ માટે વધુ સંશોધન કરે તો સારું. સાહસિક નરબંકા યુવાનો આ કાર્ય કરી શકે.
ઉખીમઠ
અ. જેઠ વદ ૧૪, મંગળવાર,
તા. ૧૨.૬.૨૦૧૮
હવે અમારી યાત્રા બદ્રીનાથ તરફ આગળ વધી રહી છે, જલદી પહોંચીએ આદિશ્ર્વર દાદાનાં ચરણોમાં. ઘણા દિવસો થઈ ગયા પ્રભુદર્શનને. અષ્ટાપદ અવતાર તીર્થમાં આદિનાથ દાદાને ભેટવું છે.
કેદારથી પાછા ગુપ્તકાશી સુધી તો એ જ રસ્તો છે. અહીંથી બદ્રીનાથના રસ્તે ચઢવા માટે અમારી મનગમતી ‘છફૂટી’નો જ સહારો લીધો. ગુપ્તકાશીથી ડામરની સડક પર ચાલીએ તો ઉખીમઠ ૧૨ કિ.મી. થાય, પણ પેલી છફૂટીએ અમને માત્ર પાંચ કિ.મી.માં પહોંચાડી દીધા.
ઉખીમઠ નાનકડું ગામ છે. અહીં ઓંકારેશ્ર્વર મહાદેવનું મંદિર છે. મંદિરના સિંહદ્વાર પર લાકડાનું કામ સારું છે. મંદિરની અંદર ગર્ભગૃહમાં શિવલિંગ છે. સામે દીવાલ પર હાથ જોડીને ઊભેલાં પાર્વતી છે. અહીં પણ મુખ્ય ગભારાનું દ્વારશાખ આપણાં જિનાલય જેવું છે નીચે બે ગ્રાહ.
શંખાવટી બન્ને બાજુ બે થાંભલામાં ૪-૪ એમ આટ વિદ્યાદેવી-ગોળ ચંપાકલીની બોર્ડર. આ બધું આ પ્રાચીન જિનાલયની સાખ પુરાવા પર્યાપ્ત છે. એક જમાનામાં આ હિમપ્રદેશમાં ઘણાં જિનાલયો હતાં.
આદિશંકરાચાર્યનાં સમયમાં આ બધાં હિન્દુ મંદિરો બનાવવામાં આવેલાં. એનો ઈતિહાસ જાણીતો છે. એવા હજારો
પુરાવા છે કે શંકરાચાર્યે પોતાના સમયમાં જૈન મંદિરોને હિન્દુ મંદિરો બનાવ્યાં. અરે ધર્મના નામે એવું વાતાવરણ બનાવ્યું કે
આખો જૈન સંઘ પૂર્વમાંથી પશ્ર્ચિમમાં આવી ગયો. એના જ અવશેષો આજે અમારી
સામે છે.
ઉત્તરાખંડ શૈલીનું આ મંદિર ઘણું પ્રાચીન છે. બીજી પણ કેટલીક ખંડિત મૂર્તિઓ અહીં જોવા મળે છે. ભક્તો તો ભક્તો જ હોય. જે મળે તેને કંકુ-ઘી-સરસિયું તેલ મમરા-ચોખા-ચણાદાળ લગાવીને પૂજા કરે.
પ્રાચીન હિન્દુ મંદિરમાં ચોખ્ખાઈ જોવા મળે નહિ. કેદાર આટલું મોટું તીર્થ ગણાય પણ ગંદકીનો પાર નહિ. દેવ-દેવીઓની મૂર્તિઓના હાલ જોયા હોય તો ખબર પડે ભક્તોની પૂજાએ એમની કેવી દુર્દશા કરી છે. અહીં પણ એ જ સ્થિતિ છે. કેદારનાથ-ગૌરીકુંડ-ગુપ્તકાશી-સોનપ્રયાગ કે ઉખીમઠમાં કોઈ પ્રમુખ સંન્યાસી નથી. પુરોહિતો જ આખા તીર્થને સંભાળે છે. જો કે પ્રાચીનકાળથી એ જ પરંપરા હશે. રાવલ પુરોહિતોનો પ્રાચીન ઈતિહાસને પ્રકાશિત કરવામાં આવે તો ઘણાં રહસ્યો ખૂલે. ઠીક છે, પૂજા પદ્ધતિઓ દરેક ધર્મમાં જુદી જુદી હોય.
એ એક સાંપ્રદાયિક વિષય છે, તે માટે બીજા કોઈએ કંઈ બોલવું ન જોઈએ. અહીં એક ભારત સેવા સંઘ આશ્રમ છે. યાત્રીઓને વિશ્રામ માટે સગવડ સચવાઈ જાય. અહીંથી એક રસ્તો મદ્મહેશ્ર્વર તરફ જાય છે. સાંજે ૬ કિ.મી. ચાલી મુસ્તરા પહોંચ્યા રાત્રિ વિશ્રામ અહીં જ છે. છેલ્લે ૧ કિ.મી. બાકી હતું ત્યારે વરસાદ પડેલો થોડીવારમાં બંધ થઈ ગયો ત્યારે વિહાર કરી અમે જલદી મુકામે પહોંચી ગયા. આજે ચૌદશ છે. સાંજે પ્રતિક્રમણ પૂરું કરીને ગુલાબી ઠંડીમાં અમે થોડા બહાર નીકળ્યા.
વિચાર્યું હતું ગુલાબી ઠંડી હશે પણ બહાર નીકળ્યા પછી ખબર પડી કે તીખી ઠંડી હતી, છતાં મજા આવતી હતી. ચોખ્ખા આકાશમાં તારોડિયા ટમટમી રહ્યા હતા. હિમાલયમાં દિવસ તો રસમધુર હોય. રાત એથી પણ વધુ સુંદર હોય અને બીજો દિવસ તો એથી પણ વધુ. (ક્રમશ:)