Homeઆપણું ગુજરાત...ને સરકાર વ્હારે આવી આ હ્રદયમાં કાણું ધરાવતી બાળકીની

…ને સરકાર વ્હારે આવી આ હ્રદયમાં કાણું ધરાવતી બાળકીની

 “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” થકી મેડિકલ ઓફિસર પાસે તપાસ કરાવી તો માલુમ પડ્યું કે બાળકીને  હ્રદયમાં કાણું છે, અમારો પરિવાર ચિંતાતૂર થઈ ગયો હતો અને ખરા સમયે દેવદૂત બનીને આવ્યો સરકાર દ્વારા અમલ મુકેલો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. જેના થકી અમારી લાડલીનું ઓપરેશન એક પણ રૂપિયાના ખર્ચ વગર થયું જે માટે અમે સરકારના આભારી છીએ”, તેવું ઘોઘા તાલુકાના છાયા ગામમાં રહેતા અંકિતાના પિતા જણાવે છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના છાયા ગામના મહેશભાઇ દિહોરા ગામમાં નાનકડી પ્રોવિઝન સ્ટોરની દુકાન ચલાવે છે. સરકારના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” થકી મેડિકલ ઓફિસર ડો. મુબારક ચોકિયાને ખ્યાલ આવ્યો કે બાળકીને હ્રદયમાં તકલીફ છે અને તેમના પરિવારને આ અંગે સમજાવવામાં આવ્યા પરંતુ નાનાં ગામમાં રહેતા અને પોતાની લાડકવાયી દીકરીને હ્રદયમાં કાણું હોવું એ સામાન્ય પરિવાર માટે માનવું પણ મુશ્કેલ છે ત્યારે ડો. મુબારક દ્વારા અવારનવારની સમજાવટથી બાળકીને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે આગળની તપાસ માટે પરિવાર સહમત થયો હતો. ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં અંકિતાના રિપોર્ટ કરવામાં આવ્યા જેમાં તેના હ્રદયમાં કાણું હોવાનું માલુમ પડ્યું. આ વાત સાંભળતા અંકિતાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. પરંતુ આ સમયે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ અંકિતા અને તેના પરિવારને વ્હારે આવી.


રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નાનકડી અંકિતાના પરિવારને તાત્કાલિક અને નિ:શૂલ્ક સારવાર માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું અને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંકિતાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સરકારનો “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” ભાવનગર જિલ્લાના દિહોરા પરિવાર માટે આશીર્વાદ બનીને આવ્યો અને તેમના જીવનને ખુશીઓથી ભરી દીધું છે. અંકિતાના પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે હવે તેની તબિયત સારી છે અને તે સ્વસ્થ જીવન જીવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -