મુંબઈઃ બોલીવૂડ, સાઉથ કે પછી ભોજપુરી સાથે નેપાળની અભિનેત્રીઓ પણ ચર્ચામાં રહી છે, જેમાં નેપાળની મનિષા કોઈરાલા પછી વધુ એક અભિનેત્રી તેના આકર્ષક લૂકને લઈ ચર્ચામાં આવી છે. નેપાળી અભિનેત્રી સામ્રાજ્ઞી રાજ્યલક્ષ્મી શાહના બોલ્ડ અંદાજની સાથે તેની પર્સનલ લાઈફને લઈ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.
2016માં ફિલ્મ ડ્રીમ્સથી ડેબ્યૂ કરનારી સામ્રાજ્ઞી નેપાળની સિનેમામાં હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ તરીકે ગણતરી કરવામાં આવી છે, જેમાં પહેલી ફિલ્મને જોરદાર લોકપ્રિયતા મળી હતી. સામ્રાજ્ઞીની એક્ટિંગના પણ લોકો વધારે ચાહકો છે, જે પોતાના ગ્લેમરસ ફોટો અને વીડિયોને પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ પર હંમેશાં ચર્ચામાં રહેનારી સામ્રાજ્ઞીના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. વેસ્ટર્ન લૂકની સાથે દેશી લૂકમાં પણ સામ્રાજ્ઞી કમાલની લાગે છે, જ્યારે નેપાળની ટોચની અભિનેત્રીમાં તેનું નામ લેવાય છે. આ અગાઉ બાલીમાં ફોટોશૂટ કરાવ્યા પછી જોરદાર ચર્ચામાં આવી હતી, જેમાં બિકિનીમાં ફોટોશૂટને લોકોએ વખાણી હતી, જ્યારે એક ફિલ્મના મેગેઝિનના કવરપેજ ચમક્યા પછી સોશિયલ મીડિયા પર ચમકી હતી.
View this post on Instagram