ફોકસ -નિધિ ભટ્ટ
બોલીવુડના દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠીએ તેની આગામી ફિલ્મ મૈં અટલ હુંનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. પંકજના લુકે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.
બોલીવુડના દિગ્ગજ કલાકાર પંકજ ત્રિપાઠી તેમના દમદાર અભિનય માટે જાણીતા છે. પંકજ પોતાના કામથી પાત્રમાં પ્રાણ પૂરે છે. આ દરમિયાન તેની આગામી ફિલ્મ મૈં અટલ હું ચર્ચામાં છે. પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં કવિ અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ નિર્માતાઓએ પંકજનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. જેને જોયા બાદ એક્ટરનું ટ્રાન્સફોર્મેશન જોઈને બધા દંગ રહી ગયા છે.
સમગ્ર દેશે ૨૫મી ડિસેમ્બરે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીની ઉજવણી કરી. આ અવસર પર પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. એ પણ જણાવ્યું કે તે આ રોલને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આ પાત્ર તેના જીવનનું સૌથી મુશ્કેલ પાત્ર રહ્યું છે. પંકજ ત્રિપાઠીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, હું જાણું છું કે ShriAtalBihariVajpayee જીના વ્યક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મારા વ્યક્તિત્વ પર સંયમથી કામ કરવું જરૂરી છે. મને દ્રઢ વિશ્ર્વાસ છે કે હું ઉત્સાહ અને મનોબળના આધારે મારી નવી ભૂમિકા સાથે ન્યાય કરી શકીશ. MainAtalHoon સિનેમાઘરોમાં ડિસેમ્બર ૨૦૨૩.
પંકજે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કરતી વખતે પંડિત ધીરેન્દ્ર ત્રિપાઠીની કવિતાની કેટલીક પંક્તિઓ લખી છે-ક્યારેય ડગમગ્યું નથી, ક્યાંક મારું માથું ઝૂક્યું નથી, હું એક અનોખી શક્તિ છું, હું અડગ છું. આ સાથે તેણે લખ્યું- સ્ક્રીન પર આ અનોખા વ્યક્તિત્વને વ્યક્ત કરવાની તક મળી. હું લાગણીશીલ છું હું આભારી છું થિયેટરોમાં મૈં અટલ હું, ડિસેમ્બર ૨૦૨૩.
ખૂબ જ ઓછા સમયમાં આ પંકજ ત્રિપાઠીનો આ લુક સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થવા લાગ્યો છે. પંકજ ત્રિપાઠીને આપણા પૂર્વ વડા પ્રધાનના અવતારમાં જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક રવિ જાધવ દ્વારા નિર્દેશિત અને ઉત્કર્ષ નૈથાની દ્વારા લખાયેલ આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૩માં રિલીઝ થશે. ફિલ્મનું સંગીત સલીમ-સુલેમાન દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે ગીત સમીર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે મોશન વીડિયો માટે સોનુ નિગમે પોતાનો અવાજ આપ્યો છે. ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને લિજેન્ડ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, મેં અટલ હુંનું નિર્માણ વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ, સેમ ખાન અને કમલેશ ભાનુશાલી દ્વારા કરવામાં આવ્યું છે.