Homeઉત્સવઅભણ ગામડિયાઓનુંં ઇશ્ર્વરત્વ

અભણ ગામડિયાઓનુંં ઇશ્ર્વરત્વ

આજે આટલું જ -શોભિત દેસાઈ

(ભાગ-૨)
લઇ પારકાનું દર્દ ઘવાયો નથી કદાચ
ચેલો ગુરુથી પૂરો ઘડાયો નથી કદાચ
ચારે તરફ પાંડિત્યની બોલબાલા છે. સંસ્કૃતના શ્ર્લોક, અઝાન,prayers ચોપાઇ, શિક્ષાપત્રીઓ, સ્તવનોનો અઢળક ઉપયોગ ચોમેર પૂરબહારમાં ચાલી રહ્યો છે. પૂરેપૂરા પ્રવીણ હોવાની જરૂર જ નથી. આ બધાયમાં… કારણ? સાંભળવાવાળો-ળા ભાગ્યે જ માહિતગાર હોય છે આ બધાથી…. પોતાની અતિ વ્યસ્ત અને અન્યો કરતાં અનેકગણી વધુ ઝડપથી કમાણી કરવાના અપરાધભાવથી ભરેલી જિંદગીને સરભર કરવાની ભાંજગડમાં બોલનાર તરફ અત્યંત બનાવટી અહોભાવ મૌજુદ જ હોય છે કાયમ. માટે જ તો રશિયાના મુખ્ય આર્કબિશપે એવું કહ્યું ત્રણ ઇશ્ર્વરત્વ તરફ મોટી ગતિ કરી ચૂકેલા ગામડિયાઓને કે વેટીકનમાં દુનિયાભરના પાદરીઓની સભામાં ઊંડી અને તલસ્પર્શી છણાવટ પછી જે ચળાઇને નીકળે એના ઉપર જ પ્રાર્થનાનું મત્તું મરાય, અને આ બાજુ આપણા ત્રણ અભણ ઇશ્ર્વરતુલ્ય ગામડિયાઓ કહી રહ્યા છે કે એમણે પોતે જ એક પ્રાર્થના બનાવી છે. ઇશ્ર્વરના ત્રણ સ્વરૂપોને અનુલક્ષીને …. જેમ આપણે ત્યાં ઇશ્ર્વરના ત્રણ સ્વરૂપ છે, સર્જન (બ્રહ્મા), નિર્વાહ (વિષ્ણુ), નિર્વાણ (મહેશ). એમ જ ત્રણ ગામડિયા કહી રહ્યાં છે આર્કબિશપને કે અમે ત્રણેયે મળીને એક પ્રાર્થના ઘડી કાઢી છે… એક નાનકડી પ્રાર્થના… આપ અમારી આ ગુસ્તાખી માફ કરી દો તો અમે તમને કહીએ… ઇસાઇયત માને છે કે પરમાત્માના ત્રણ રૂપ છે… Trinity ત્રિમૂર્તિ પરમાત્મા છે. (૧) પરમાત્મા, (૨) પરમાત્માના પુત્ર અને (૩) holy ghost આ ત્રણ રૂપ છે પરમાત્માના. તો બસ અમે એક સાવ નાનકડી પ્રાર્થના બનાવી દીધી છે કે તમે ય ત્રણ છો, અમે ય ત્રણ છીએ, અમારા ઉપર કૃપા કરો… બસ આ જ છે અમારી પ્રાર્થના. આર્કબિશપ તાડુકયો જોરથી: અભણો! અણસમજુઓ! બંધ કરો આ બકવાસ! આવી તે પ્રાર્થના હોતી હશે? સાંભળી છે ક્યાંય આવી મૂર્ખ પ્રાર્થના? મજાક કરો છો તમે ભગવાનની? કે તમેય ત્રણ છો ને અમેય ત્રણ છીએ! ના… ના સાહેબ! અમે મજાક નથી કરતા… અમે ત્રણ છીએ જ ને અમે સાંભળ્યું છે કે એ લોકો પણ ત્રણ છે… હવે એમની તો ખબર નથી પણ અમે તો ત્રણ જ છીએ. અમને તો, ભણ્યા ગણ્યા નથી એટલે વધારે કૈં ખબર ન પડે. એટલે વિચાર્યું કે અમે પણ ત્રણ, એ લોકો પણ ત્રણ, તે અમારા પર કૃપા કરો. બિશપે ત્રણેને થોડી ક્ષણો ધારીને જોયા ને પછી મગજ ઠંડુ કરીને કહ્યું: જુઓ, આવી પ્રાર્થના ન ચાલે… આને પ્રાર્થના ના કહેવાય. આવી પ્રાર્થના કરશો તો જશો નરકમા… હું તમને શિખવાડું છું પ્રાર્થના… અધિકૃત પ્રાર્થના… તું હીણો હું છું તો તુજ દરસના દાન દઇ જા… આવી પ્રાર્થના, આનું નામ પ્રાર્થના… ત્રણે પાસે એક વાર બોલાવી… ત્રણેયે કહ્યું: ગુરુજી એક વાર પાછું શીખવાડો… અમે કયાંક ગરબડ ન કરીએ… એક વાર, પાછી એક વાર બોલાવી પ્રાર્થના ત્રણેયે. પાછું એક વાર ગોખાવવાનું કહ્યું. આર્કબિશપ પાછી એક વાર બોલાવીને છૂટા પડ્યા અને પોતાની મોટરબોટમાં બેઠા… પરમ સંતોષ સાથે કે ત્રણ અભણોને સાચી પ્રાર્થના શીખવાડી… અડધી નદી પાર કરી હશે કે એણે પાછળ જોયું તો ત્રણેય ગામડિયા પાણી ઉપર દોડતા હોડી તરફ આવી રહ્યાં છે… બિશપ ગભરાયો, પૂછયું નાવિકને કે આ શું છે? નાવિક બોલ્યો: આ જુઓ મારા ય હાથપગ ધ્રૂજી રહ્યાં છે. ત્રણેય પાસે આવીને બોલ્યા કે જરા રોકાજો. પેલો એક શબ્દ વચ્ચેનો ભુલાઇ ગયો… છંદ નથી બેસતો… બોલવામાં અડચણ પડે છે. પાછી એક વખત પ્રાર્થના બોલી બતાવોને! પાદરી બોલ્યો: તમારી જ પ્રાર્થના સાચી છે. એ જ ચાલુ રાખો… અમે તો પ્રાર્થના કરી કરીને મરી ગયા… પાણી પર ચાલી નથી શકતા કે શકવાના કયારેય…
વાર્તા પતાવતા ટોલ્સટોય કહે છે કે આ ત્રણ માણસો સહેજ પણ જ્ઞાની નથી. ભોળકા છે. પણ એક અંગત અનુભવ થયો છે એમને. અને અંગત અનુભવની આગળ અધિકૃત પ્રાર્થનાઓ કે કોઇ પરવાના, લાઇસન્સ ધરાવતા શાસ્ત્રોની કોઇ વિસાત નથી. પરમાત્મા અંગત છે અને આપણે એન જાહેરમાં લલકાર્યા કરીએ છીએ. આપણી અંદર એને શોધીએ… આજ આટલું જ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -