પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ ઘણી વખત તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આજે આલિયા કોઈ બીજા જ કારણસર ચર્ચામાં આવી છે. વાત જાણે એમ છે કે આલિયાએ તેના લાંબા સમયના તેના વિદેશી બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે આજે એટલે કે 20મી મેના રોજ સગાઈ કરી લીધી છે.
આલિયા કશ્યપે ખુદ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેન સાથેની તસવીરો શેર કરીને આ ગૂડ ન્યુઝ ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાંથી એક તસવીરમાં આ ક્યૂટ કપલ લિપ-લૉક કરતું જોવા મળી રહ્યું છે.
બીજી તસવીરમાં આલિયા તેની એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરી રહી છે. બંને તસ્વીરોમાં કપલની ખુશી જોવા મળી રહી છે. આલિયાના આ ફોટો પર ફેન્સ પણ ખૂબ જ વહાલ વરસાવી રહ્યા છે અને તેની સગાઈ માટે તેને અભિનંદન પણ પાઠવી રહ્યા છે. આ ઉપરાંત આલિયાના પિતા અનુરાગ કશ્યપે પણ આ અંગે કમેન્ટ્સ કરતાં લખ્યું હતું કે ‘અભિનંદન.’ આ સિવાય અનન્યા પાંડેએ લખ્યું હતું કે ‘ઓએમજી’. જ્યારે અભિનેત્રી જાહ્નવી કપૂરે આના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને લખ્યું- ‘શું…’
સુંદર તસવીરો શેર કરતાં આલિયા કશ્યપે લખ્યું હતું ‘તો એવું થયું કે મારા શ્રેષ્ઠ મિત્ર, મારા જીવનસાથી, મારા સોલમેટ અને હવે મારા મંગેતર! તું જ મારા જીવનનો એકમાત્ર પ્રેમ છે… બિનશરતી પ્રેમ કેવો હોય છે એનો અહેસાસ કરાવવા માટે આભાર… આલિયા અને શેનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા કશ્યપ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે. સેન સાથે ઘણી વખત રોમેન્ટિક ફોટા પણ શેર કરતી જ હોય છે. આલિયા ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે, પણ તેમ છતાં તે તેની બોલ્ડનેસને કારણે લાઈમલાઈટમાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ખૂબ જ જોરદાર છે. 311 હજાર લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. જે આલિયાની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.