દેશભરમાં વિવાદોના વંટોળ વચ્ચે બહુચર્ચિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ગઈકાલે દેશના વિવિધ થિયેટરમાં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મને લઈને મહત્ત્વના સમાચાર મધ્ય પ્રદેશથી આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં આ ફિલ્મને ટેકસ ફ્રી જાહેર કરવા માટે ભાજપના રાજ્ય કક્ષાના પ્રધાને સીએમ શિવરાજ સિંહ ચૌહાણને પત્ર લખીને માંગ કરી હતી. આ માંગ બાદ મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે એમપીમાં ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી જાહેર કરી હતી. ફિલ્મમાં કેરળની છોકરીઓની સ્ટોરી દર્શાવવામાં આવી છે, જેમને બળજબરીથી ઈસ્લામ અંગીકાર કરાવીને સીરિયા મોકલાવી દેવામાં આવી હતી.
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ‘આ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ લવ જેહાદ, ધર્માંતરણ અને આતંકવાદના ષડયંત્રનો પર્દાફાશ કરે છે અને તેનો ઘૃણાસ્પદ ચહેરો બહાર લાવે છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે લાગણીના કારણે લવ જેહાદની જાળમાં ફસાઈ ગયેલી દીકરીઓ વેડફાઈ જાય છે. આ ફિલ્મ આતંકવાદના કાળા પાસાંઓને પણ ઉજાગર કરે છે. મધ્યપ્રદેશમાં, અમે પહેલાંથી જ ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો ઘડ્યો છે. દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ, છોકરાઓએ પણ જોવી જોઈએ, બાળકોએ પણ જોવી જોઈએ, દીકરીઓએ પણ જોવી જોઈએ અને આ માટે જ મધ્યપ્રદેશ સરકાર આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી રહી છે.
आतंकवाद की भयावह सच्चाई को उजागर करती फिल्म 'The Kerala Story' मध्यप्रदेश में टैक्स फ्री की जा रही है। pic.twitter.com/l5oizjqK7j
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 6, 2023
સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત, ‘ધ કેરળ સ્ટોરી’ ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તે તેણે સારું એવું કલેક્શન કર્યું છે. ફિલ્મે ઓપનિંગ ડે પર શાનદાર કલેક્શન કરીને રૂપિયા 8 કરોડની કમાણી કરી હતી. ફિલ્મના પહેલા દિવસના કલેક્શનને જોતા લાગે છે કે આ ફિલ્મ વધુ કમાણી કરવાના મામલે રેકોર્ડ બનાવી શકે છે.