Homeઉત્સવમાર્કેટિંગમાં સ્ત્રી-પુરુષ ટાર્ગેટિંગના બદલાતાં સમીકરણો

માર્કેટિંગમાં સ્ત્રી-પુરુષ ટાર્ગેટિંગના બદલાતાં સમીકરણો

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

થોડા સમય પૂર્વે આપણે સમાચાર વાંચ્યા હશે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પુરુષ ટીમને જે મહેનતાણુ રમવા માટે મળે છે તેટલું જ મહેનતાણુ મળશે. જો રમત સમાન છે, આવડત સમાન છે, દેશનું પ્રતિનિધિત્વ સમાન વાત માટે છે તો મહેનતાણું અલગ કેવી રીતે હોઈ શકે. આજ વાત થોડા સમય પહેલા બોલીવૂડની આજની નામાંકિત એકટ્રેસે કહી હતી કે અમે તેટલીજ મહેનત કરીયે છીએ જેટલી પુરુષ અભિનેતા તો પછી મહેનતાણામાં અસમાનતા કેમ! આજે સ્ત્રીને મધ્યમાં રાખી ફિલ્મો બને છે અર્થાત્ વુમન સેન્ટ્રિક ફિલ્મો બની રહી છે. કોર્પોરેટ વર્લ્ડમાં મેનેજમેન્ટ લેવલ પર સ્ત્રીઓ જોવા મળે છે. આ ઉપરાંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ અમુક ક્લાસની કંપનીઓ માટે અમુક ટકા સ્ત્રીઓ હોવી જોઈએ તે જરૂરી છે.
આ વાંચ્યા પછી એમ લાગતું હશે કે આજે આપણે સ્ત્રી સ્વાતંત્ર્યની કે પછી સ્ત્રીના સમાન હક્કની વાતો કરવાના છીએ. આજે આ બદલાતા સમયમાં બ્રાન્ડ માટે ટાર્ગેટિંગ કેવીરીતે યોજનાબદ્ધ કરવુની વાતો કરવી છે. હમણાં બે-ત્રણ દિવસ પહેલા, મારા એક ક્લાયન્ટે સૂચન કયુર્ં કે, વિઝયુઅલ ઈમેજરીમાં સ્ત્રી પુરુષનું બેલેન્સ રાખવું પડશે કારણ તેઓની સર્વિસ બંને માટે છે અને ફક્ત એક જેન્ડરને હાઈલાઈટ કરવુ કદાચ રોન્ગ મેસેજ આપી શકે.
કેડબરી ડેરી મિલ્કની આઇકોનિક એડ ક્રિકેટ સ્ટેડિયમની આપણને યાદ હશે કે બેટ્સમેન છેલ્લા બોલમાં સિક્સ મારે છે અને તેની ગર્લફ્રેન્ડ સ્ટેડિયમમાંથી ગ્રાઉન્ડ પર ડાન્સ કરતી આવી જાય છે. આ એડે લાખો લોકોના દિલ જીતી લીધા હતા. હમણા થોડા સમય પૂર્વે સત્તાવીસ વર્ષ પછી આજ એડ ‘અસલી સ્વાદ ઝિંદગી કા’ ની રીમેક કરવામાં આવી પણ આ સમયે, લિંગ ભૂમિકાઓ ઊલટી હતી. આ વખતે પુરુષ વ્યક્તિ ગેલેરીમાં તેની મહિલાપ્રેમીને મેદાનમાં રમતી જોઈ રહ્યો હતો અને તેની મહિલાપ્રેમી બોલરનો સામનો કરી સિક્સર મારી અને તેનો બોય ફ્રેન્ડ અસ્સલ તે રીતે નાચતો મેદાનમાં આવ્યો. કેટલાક લોકો તેને ફેમવર્ટાઇઝિંગનો પ્રકાર કહેશે જે બદલાતા સમયનું પ્રતિબિંબ છે.
થોડા સમય પૂર્વે કોઈ એક પાશ્ર્ચાત્ય દેશમાં ખતજફક્ષફિં નામની ઝુંબેશ શરૂ કરી. ઝુંબેશમાં સાન્ટાને એક મહિલા તરીકે રજૂ કરવામાં આવી હતી. મુદ્દો હતો કે ભાવિ પેઢીને જણાવે કે જેન્ડર ન્યૂટ્રાલિટી અર્થાત્ લિંગ તટસ્થતા કેટલી આવશ્યક છે અને આ વાત બાળકોના સૌથી પ્રિય કેરેક્ટર જે આજ સુધી હંમેશાં પુરુષે ભજવ્યો હતો તેમાં બ્રેક આપી મહિલાને બતાવવામાં આવી.
વાત ફક્ત સમાન હકની કે પછી સમાનતાની નથી. માર્કેટિંગમાં આને અલગ રીતે જોવી પડશે. આજ સુધી સ્ત્રીઓને કેમ્પેઇનમાં એક મોડૅલ તરીકે જોવામાં આવતી અને નહિ કે એક સંભવિત ખરીદદાર તરીકે.
કોઈ પણ બ્રાન્ડ માટે સ્ત્રી એક પોટેન્સિયલ બાયર છે, જેને કન્વિન્સ કરવી ધારીયે તેટલું આસાન કામ નથી. આજની સ્ત્રીને પોતાનો સ્વતંત્ર અભિપ્રાય છે, આઇડેન્ટિ છે, કરિયર છે, અને તેથી તે પણ સાચા-ખોટાની પરખ રાખે છે, શું જોઈયે અને શા માટે જોઈયે તેના બારામાં નિશ્ર્ચિત પણ છે.
બ્રાન્ડે હંમેશાં સ્ત્રીને કફ્ત સ્ત્રી માટેના ઉત્પાદનો જેમ કે શેમ્પુ, સાબુ, વાસણ અને કપડાં ધોવાના પાવડર વગેરે માટે ટાર્ગેટ કરી. વધુ મહત્ત્વની વાત એ છે કે, ઓટોમોબાઈલ, ઇઋજઈં, રિયલ એસ્ટેટ જેવી માર્કેટ કેટેગરીઝ માટે બનાવેલ કોમ્યુનિકેશન મોટાભાગે મહિલાઓ સાથે વાત પણ કરતું નથી, તેઓ મુખ્યત્વે પુરુષોને પોતાનું લક્ષ્ય બનાવે છે. તેઓને લાગે છે કે આવી બધી ખરીદી ફક્ત પુરુષો કરે છે અને તેઓની વાત ખોટી પણ નથી કારણ આજ સુધી આપણે પુરુષ અને સ્ત્રીની વચ્ચે આ ભેદરેખા રાખી હતી. પણ આજે સ્ત્રી પણ પોતાની સ્વતંત્ર કાર ચલાવે છે, ફાઈનાન્સિયલ નિર્ણયો લે છે, પોતાનું ઘર ખરીદે છે. આવા સમયે જો બ્રાન્ડ લિંગ તટસ્થતા પર નહિ વિચારે અને ટાર્ગેટ બંનેને નહિ કરે તો તેઓ મોટો કસ્ટમર બેઝ ગુમાવશે.
આપણે માનીએ કે નહી સ્ત્રી ઘરની લગભગ બધી જ ખરીદીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે; પછી તે દાળ-ચોખા હોય, ઘર ક્યાં ખરીદવું, ઘરમાં કયા રંગનું પેંટ કરવું, વેકેશનમાં ક્યાં ફરવા જવુ અને કદાચ કાર કઈ ખરીદવી તે પુરુષ નક્કી કરતો હશે પણ કારના કલરની પસંદગીમાં તેનો નિર્ણય અંતિમ હશે. આજસુધી જે સ્ત્રીની સલાહ લેવામાં આવતી ઘરના સદ્સ્ય તરીકે તે પોતે આજે એક બાયર, ખરીદદાર છે. આ માર્કેટિંગનો મોટો બદલાવ છે. આજે આ પર્સનાલિટી એક મજબૂત બાયર તરીકે પ્રસ્થાપિત થતી હોય ત્યારે બ્રાન્ડ માટે તેનો વિગતવારે અભ્યાસ આવશ્યક થઈ જાય છે.
બદલતા કાળ સાથે બદલતી આજની આ સ્ત્રીએ ઘણી નવી કેટેગરી, પ્રોડક્ટ લાઇન ઊભી કરવામાં સિંહ ફાળો આપ્યો છે. ઉપરાંત તે પોતે એક પોટેન્સિયલ બાયર અને ડિસિઝન મેકર છે તે બ્રાન્ડ સમક્ષ પ્રસ્થાપિત કરી મેસેજ આપે છે કે જયારે કોઈપણ વસ્તુ ખરીદવાની વાત આવે છે ત્યારે શી ઇઝ ધ બોઝ.
બ્રાન્ડ જે પોતે છે તેમ પેશ આવે છે. બ્રાન્ડ સંસ્કૃતિઓ, વિચારો, કલ્પનાઓ અને સંવાદોના સર્જકો છે. તેઓ માત્ર ઉત્પાદનો વેચતી કંપનીઓ નથી. અને તે એક ભૂમિકા છે જે દરેક બ્રાન્ડ માલિક, માર્કેટર અને જાહેરાત વ્યવસાયીએ જવાબદારીપૂર્વક ભજવવી જોઈએ.
આવનારી પેઢી માટે પણ આ વાત સમજવી જરૂરી છે કારણ સમયની સાથે લિંગ તટસ્થતા સામાન્ય વાત થઇ જશે, જેમ આજે સ્ત્રી માટે ભણતર, ગાડી ચલાવવી, નોકરી કરવી વગેરે. અને બ્રાન્ડ તથા માર્કેટિંગ આમાં મહત્વનો ભાગ ભજવશે.
આપણે જાણીએ છીએ કે કોઈ પણ વેપાર માટે, બ્રાન્ડ માટે કે કેટેગરી માટે પોતાના ક્ધઝ્યુમરનો અભ્યાસ કરવો, જાણવો, તેના બદલતા રુખને પારખવો અને તેને અનુરૂપ પોતાની બ્રાન્ડમાં અને કમ્યુનિકેશનમાં બદલાવ લાવવો અત્યંત જરૂરી છે. મજાકમાં આપણે કહેતા હોઈએ છીએ કે “સ્ત્રી ને સમજાવવી મુશ્કેલ છે. પણ આ વાત આજના યુગમાં બ્રાન્ડ માટે ખરેખર લાગુ પડે છે. તેઓ માટે સમજવું ઘણું મુશ્કેલ છે કે તેઓની બ્રાન્ડ તેને ગમશે કે નહીં અને તેના તરફ તેનું વલણ કેવું હશે. આથી ફક્ત તેને ટાર્ગેટ કરી નહિ ચાલે પણ તેને અનુરૂપ મેસેજ બનાવવા પડશે, તેને અનુરૂપ પ્રોડક્ટ બનાવવા પડશે. આ ઉપરાંત બ્રાન્ડ લિંગ તટસ્થ છે ની બાંહેધરી આપવી પડશે.
આમ આજના બદલાતા સમીકરણોમાં બ્રાન્ડ માલિકોએ પોતાને પૂછવું જરૂરી છે કે શું તેમની જાહેરાત પુરુષો અને સ્ત્રીઓ બંનેને ટાર્ગેટ કરે છે કે ફક્ત એક પક્ષે છે. અને જો જવાબ એકપક્ષે હશે તો આ બદલાતા સમીકરણોમાં તમારા વેપારના સમીકરણો બદલાઈ ન જાય તે માટે તમારી બ્રાન્ડ માટે નવા સમીકરણો ગોઠવવાની શરૂઆત કરી દો.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -