Homeઆમચી મુંબઈવરલીમાં મૉર્નિંગ વૉક માટે નીકળેલી ખાનગી કંપનીની સીઈઓનું કારની અડફેટે મોત

વરલીમાં મૉર્નિંગ વૉક માટે નીકળેલી ખાનગી કંપનીની સીઈઓનું કારની અડફેટે મોત

મહિલાને અડફેટે લઈ કાર ડિવાઈડર સાથે ભટકાઈ: યુવકની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મૉર્નિંગ વૉક માટે નીકળેલી ખાનગી ટેક્નોલૉજી કંપનીની સીઈઓને પૂરપાટ વેગે આવેલી કારે અડફેટે લીધી હોવાની ઘટના વરલી સીફેસ ખાતે બની હતી. મહિલાને અડફેટે લીધા પછી કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી. આ ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચલાવી રહેલા યુવકની પોલીસે ધરપકડ કરી હતી.
વરલી પોલીસના જણાવ્યા મુજબ રવિવારની સવારે છ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલાં મહિલાની ઓળખ રાજલક્ષ્મી વિજય રામકૃષ્ણન (૪૨) તરીકે થઈ હતી. રાજલક્ષ્મી નવી મુંબઈની ટેક્નોલૉજી કંપનીમાં સીઈઓ હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકરણે કાર ચલાવી રહેલા સુમેર મર્ચન્ટ (૨૩) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. મર્ચન્ટની તબીબી તપાસ કરવામાં આવી હોઈ તે શરાબના નશામાં હતો કે કેમ તેની ખાતરી તબીબી અહેવાલ મળ્યા પછી થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
માટુંગામાં રહેતાં રાજલક્ષ્મી વૉકિંગ અને સાઈકલિંગના ગ્રુપ સાથે જોડાયેલાં હતાં. તેમના પતિ વિજ્ઞાની છે અને પુણેમાં રહે છે. દર શનિવારે તે પત્નીને મળવા મુંબઈ આવે છે.
રવિવારે સવારે રાજલક્ષ્મી વરલી ડેરી નજીકથી ચાલતી જઈ રહી હતી ત્યારે પાછળથી પૂરપાટ વેગે આવેલી કારે તેને ટક્કર મારી હતી. બાદમાં કાર ડિવાઈડર સાથે ટકરાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બેભાન અવસ્થામાં રાજલક્ષ્મીને નાયર હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. અકસ્માતને કારણે આરોપી ડ્રાઈવર મર્ચન્ટને પણ ઇજા થઈ હતી. સારવાર બાદ પોલીસે તેને તાબામાં લીધો હતો.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તાડદેવ વિસ્તારમાં રહેતો અને ખાનગી કંપનીમાં કામ કરતો મર્ચન્ટ તેના બે મિત્રને તેમના ઘરે મૂકવા કારમાં જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત થયો તે સ્થળે સીસીટીવી કૅમેરા ન હોવાનું સૂત્રોનું કહેવું છે. બીજી બાજુ, પોસ્ટમોર્ટમ બાદ સાંજે રાજલક્ષ્મીનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -