Homeવીકએન્ડભરોસાની ભેંસે ઋષિ સુનક જણ્યો!!!

ભરોસાની ભેંસે ઋષિ સુનક જણ્યો!!!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

આપણા હૃદયમાં ઉત્સાહ કેટલો ઉછાળા મારતો હતો. માનો કે પેસેફિક મહાસાગર ઉછળતો ન હોય!! દેશની ૧૩૫? કરોડ જનતા હિલોળે ચડી હતી. આપણે મીઠાઇ મંગાવી લીધી હતી. ફૂલોના હાર, ગુલાબની પાંદડી, ફૂલોનો ગજરો મંગાવી દીધેલ. એકવીસ તોપ પણ સલામી માટે તૈયાર રાખેલ. લાલ જાજમ પણ બિછાવેલી. સાજનમાજન આવી ગયેલ. ઢોલનગારા, ત્રાંસા, બેન્ડ, ડીજે મંગાવી રાખેલ. આપણા માટે આનંદનો પ્રસંગ. આપણને આનંદ કેમ ન હોય?? આપણા પર અંગ્રેજોએ બસો વરસ રાજ કરેલ. જેમ સિગારેટ પૂરી થયેથી બૂટની એડી નીચે મુકી પગ હલાવી સિગારેટ કચડીએ છીએ તેમ અંગ્રેજોએ આપણને બૂટની એડી નીચે કીડા મંકોડાની જેમ કચડેલ..એ અન્યાયનો બદલો લેવાની મંગળ અને શુભ ઘડી આવી હતી. જેનો આપણે વરસોથી ઇંતેઝાર કરેલ. બદલાની બળબળતી આગથી બળતા હૃદયને શીતળ ચંદનલેપ કરવાની ઘડી આવી હતી.. અબ આયા ઊંટ પહાડ કે નીચે !!
અહીં આપણે ત્યાં સિંગલ એન્જિન કે ડબલ એન્જિનની સરકારોનું પ્રચલન છે. સિંગલ-ડબલ એન્જિનના કયા અને કેટલા એન્જિનના ફાયદા છે એની આપણને ખબર નથી. રિક્ષા,,બાઇક, કાર, બસમાં સિંગલ એન્જિન હોય છે. પણ તેમાં કોઇ તકલીફ પડતી નથી. પ્લેનમાં ડબલ એન્જિન હોય છે .પ્લેન ઘણી વાર ક્રેશ થઇ જાય છ. આપણે રાષ્ટ્રીય સ્તરે ડબલ એન્જિનની સરકાર જોઇ. પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિટન-ભારતમાં ડબલ એન્જિન એ પણ હિન્દુત્વને વરેલી સરકાર બની રહી હતી!! અમને તો એમ હતું કે આપણો ઇન્ડિયન મુંડો બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે કે તરત આપણો કોહિનૂર હીરો, ટીપુની તલવાર ,સોનું ચાંદી પરત કરવાના દસ્તાવેજ પર સર્વ પ્રથમ સહી કરીને મારતા પ્લેને આવીને દિલ્હી નરેશના ચરણે ધરી ક્ષમા પ્રાર્થના કરશે. આપણે પક્ષ ક્ષમા વીરસ્ય ભૂષણ સંસ્કૃત ઉક્તિ અનુસાર માફી આપી દઇશું.
ઋષિ સુનક જલિયાવાલા બાગ જઇને નાક રગડીને જલિયાવાલા બાગ હત્યાકાંડની ખાંસડું પકડી માફી માગશે!! (શું કહ્યું બ્રિટન એકવાર માફી માંગી ચુકયું છે. કંઇ વાંધો નહીં . વારંવાર માફી માગવાથી અંત: કરણ શુદ્ધ થાય છે. મન પવિત્ર થાય છે. વિનમ્રતાના ગુણનો વિકાસ થાય છે. આધ્યાત્મિક અને આત્મિક ઉન્નતિનો માર્ગ પ્રસસ્ત થાય છે!!!) ભારતીય મૂળના ઋષિ બ્રિટનના પ્રધાનમંત્રી બનીને બસો વરસની ગુલામીનો હિસાબ કરશે, અંગ્રેજોનો ચુનચન કે બદલો લેશે, કિંગ ચાર્લ્સ તૃતીય વયોવૃદ્ધ ઉંમરે ચક્કી પિસશે, ઋષિ હન્ટર લઇ લંડન, સ્કોટલેન્ડની બજારોમાં ફરશે અને બ્રિટિશરોને કોરડા મારશે એવી ગબ્બરસિંહ બ્રાંડ મંગલાતિમંગલા કલ્પના કરી રહ્યા હતા. બસો વરસની ગુલામીનું કલ્પનોડયન મારફતે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વેર લેવાશે!!
ઋષિ સુનકના માતા-પિતા ભારતીય મૂળના છે, પરંતુ તેમનો જન્મ ૧૨ મે ૧૯૮૦ના ઈંગ્લેન્ડના સાઉથમ્પટનમાં થયો હતો. ઋષિ સુનકનું ભારતીય કનેક્શન કંઈક આ રીતે છે. તેમના દાદા-દાદી ભારતથી આફ્રિકા જઈને વસી ગયા હતા. ત્યારબાદ તેમના પિતા આફ્રિકાથી બ્રિટન પહોંચી ગયા હતા. સુનકના નાના પંજાબથી તાંઝાનિયા શિફ્ટ થઈ ગયા હતા. ત્યારબાદ તેમના માતાનો પરિવાર તાંઝાનિયાથી બ્રિટન જઈને રહેવા લાગ્યો હતો. બ્રિટનમાં તેમના માતા-પિતાના લગ્ન થયાં હતાં.
ઋષિ સુનકની ઉંમર ૪૨ વર્ષની છે અને તેમણે જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા છે. ઋષિ અને અક્ષતાને બે દીકરીઓ કૃષ્ણા અને અનુષ્કા છે. સુનકે બ્રિટનની વિંચેસ્ટર કોલેજથી પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની લિંકન કોલેજમાંથી ફિલોસોફી અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરી ચુક્યા છે. ગ્રેજ્યુએશન બાદ તેમણે કેટલોક સમય ઇન્વેસ્ટમેન ફર્મ ગોલ્ડમેન સેક્સની સાથે કામ કર્યું હતું. તેમની પાસે ઇનવેસ્ટમેન્ટ ફર્મ, એનાલિસ્ટ, ગોલ્ડમેન સેક્શનનો પણ અનુભવ છે. તેમની સંપત્તિ ૭૩૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. તો તેમની પત્ની અક્ષતા તો તેનાથી વધારે ધનવાન છે. ઋષિ સુનક વર્ષ ૨૦૧૫, પ્રથમ વખત સાંસદ બન્યા.૨૦૧૭માં બીજી વખત સાંસદ બન્યા.૨૦૧૮માં થેરેસા સરકારમાં મંત્રી બનેલા.૨૦૧૯માં ત્રીજી વખત સાંસદ બન્યા અને (૨૦૧૯માં જહોનસન સરકાર) નાણા મંત્રી બનેલા.આઠ વરસમાં સાંસદમાંથી પ્રધાનમંત્રી બન્યા. તેની સફળતાનો ગ્રાફ સડસડાટ ઊંચે ચડતો રહ્યો છે.
ઋષિની તમામ લાયકાતો ઉપરાંત ભારતના જમાઈ રાજા હતા. ઇન્ફોસિસ નારાયણ મૂર્તિના જમાઈ રાજા છે. નારાયણ ઋષિ બ્રિટિશ નાગરિક છે. તેમા મૂળિયા ભારતની જમીનમાં ધરબાયેલા છે. તેમની પત્ની અક્ષિતા ભારતીય છે. ધારાસભ્ય તરીકે પ્રથમવાર શપથ લેતી વખતે ભગવદ ગીતાના નામે શપથ લીધેલા . હિન્દુ હોવાનું તેમને ગર્વ અને ગૌરવ છે!! ઋષિ સુનક ક્ધઝર્વેટિવ સાંસદોના પ્રિય છે અને નાણાકીય બાબતોની પણ સારી સમજ ધરાવે છે. હકીકતમાં તેઓ ભૂતકાળમાં નાણામંત્રી રહી ચૂક્યા છે.
ઋષિ સુનકે તેના પ્રવચનથી આપણી ધારણા, માન્યતા, અપેક્ષાનો ભાંગીને ભૂકકો કરી નાખ્યો છે. ઓહ નો!! આવું તે કેવી રીતે કહી શકે?? આંગળીથી નખ વેગળા ?? સાપની જેમ ભારતીયતાની કાંચળી ઉતારી નાંખવાની? જે થાળીમાં ખાધું તેમાં જ થૂંકવાનું??તમે બ્રિટનની પ્રશંસા કરો તે સમજાય. કેમ કે, ઊંટ મારવાડ ભણી જુવે કે ભૂવો ધુણે તો નારિયેળ ઘર તરફ જ ફેંકે. બ્રિટનના વખાણ કરતાં કરતાં પ્રખર અર્થશાસ્ત્રી રધુરામન કે અમર્ત્ય સેનની જેમ ભારતનો ભાંગરો વાટવાનો?? ઋષિ સુનકે કહ્યું કે બ્રિટન દેશે મારા જેવા વિદેશી પર વિશ્ર્વાસ મુકયો છે.આ ભારત દેશની જીત નથી, પણ ભારત દેશની હાર છે. કેમ કે દેશ ધર્મ, નાત જાતમાં વિભાજિત છે લો, બોલો ઋષિ સુનકે પોત પ્રકાશ્યું છે. ભારતની ૧૩૦ કરોડની જનતા કે દિલ કે અરમાન બહ ગયે!!હમ વફા કર કે ભી તન્હા રહ ગયે. એક દિલ કે ટુકડે હજાર હુંએ કોઇ ઇધર ગિરા,કોઇ ઉધર ગિરા!!કહે છે કે ભરોસાની ભેંસે ઋષિ સુનક(પાડો )જણ્યો!!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -