હાલમાં બી-ટાઉનમાં કોઈ ટોક ઓફ ધ ટાઉન લવ-બર્ડ હોય તો તે છે પરિણીતી ચોપ્રા અને આપના નેતા રાઘવ ચઢ્ઢા. અંદર કી બાત પર વિશ્વાસ કરીએ તો હાલમાં એક્ટ્રેસ પરિણીતી ચોપરા હાલમાં તેની સગાઈની તૈયારીમાં વ્યસ્ત છે અને મળી રહેલી માહિતી અનુસાર 13મી મેના રોજ પરિણીતી ચોપરા આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવા જઈ રહી છે. હાલમાં જ પરિણીતી અને રાઘવ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા અને હવે એવી માહિતી સામે આવી રહી છે કે પરિણીતીએ સગાઈ માટેનો આઉટ ફિટ ફાઈનલ કર્યો છે. પરિણીતી પ્રખ્યાત સેલિબ્રિટી ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેરશે.
ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા બોલિવુડના ફેવરિટ ડિઝાઈનર્સમાંથી એક છે અને પરિણીતી ચોપરા અત્યાર સુધી અનેક વખત મનીષ મલ્હોત્રાના ઘરે ઘણી વખત જોવા મળી હતી. અભિનેત્રી મનીષ મલ્હોત્રાના સ્ટુડિયોમાંથી પણ બહાર નીકળતી સ્પોટ થઈ હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પરિણીતી મનીષ મલ્હોત્રાનો ડિઝાઈનર ડ્રેસ જ પહેરશે.
View this post on Instagram
પરિણીતીએ સગાઈ માટે ડ્રેસ ફાઈનલ કરી લીધો છે અને એવું સંભળાઈ રહ્યું છે કે એક્ટ્રેસે સિમ્પલ અને લાઈટ-વર્ક આઉટફિટ્સ જ પસંદ છે. પરિણીતીએ સગાઈ માટે મિનિમલિસ્ટ અને ખૂબ જ સુંદર ડ્રેસ પસંદ કર્યો છે. દર વખતની જેમ પરિણીતીએ એવો આઉટફિટ પસંદ કર્યો છે કે જે તેના લુકને એકદમ ક્લાસી બનાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 13મી મેના રોજ પરિણીતી અને રાઘવ ચઢ્ઢા દિલ્હીમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. સગાઈમાં બંનેના નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થશે. કાર્યક્રમની શરૂઆત અરદાસથી થશે અને ત્યારબાદ બંને એકબીજા સાથે રિંગ્સ એક્સચેન્જ કરશે. ત્યાર બાદ લંચનું આયોજન કરવામાં આવ્યું છે.
પરિણીતી અને રાઘવ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંનેએ લંડનમાં સાથે અભ્યાસ કર્યો હતો. જ્યારે બંને પહેલીવાર મુંબઈમાં લંચ અને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા, ત્યારથી જ બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થવા લાગી હતી. હાલમાં જ પરિણીતી અને રાઘવ એક IPL મેચ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા હતા.
View this post on Instagram