Homeઆમચી મુંબઈપોકળ દાવા: તમામ બસ ઈલેક્ટ્રિક કરવાના બણગા ફૂંકનારી બેસ્ટ પ્રશાસન ખરીદશે ડીઝલ...

પોકળ દાવા: તમામ બસ ઈલેક્ટ્રિક કરવાના બણગા ફૂંકનારી બેસ્ટ પ્રશાસન ખરીદશે ડીઝલ બસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પર્યાવરણનું રક્ષણનો દાવો કરનારી બેસ્ટ ઉપક્રમે ઈલેક્ટ્રિકને બદલે હવે ડિઝલ બસ ભાડા પર લેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
Mumbai: BEST to scrap 1,063 buses | Mumbai News - Times of Indiaબેસ્ટ ઉપક્રમ દ્વારા ૨૦૨૭ની સાલ સુધીમાં તમામ બસોને ઈલેક્ટ્રિક સંચાલિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પર્યાવરણનું રક્ષણ કરવાના દાવા સાથે ૧૦૦ ટકા ઈલેક્ટ્રિક બસની પૉલિસીને ભૂલીને હવે બેસ્ટ ઉપક્રમ ફરી એક વખત ડિઝલ પર ચાલનારી ગાડીઓ લેવાની છે.
India's first double-decker electric bus officially inaugurated
બેસ્ટ પ્રશાસન દ્વારા ડિઝલ પર દોડતી ૧૫૦ ઍરકંડિશન્ડ બસ લેવા માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે મુંબઈમાં છેલ્લા થોડા સમય દરમિયાન અનેક વખતે પ્રદૂષણનું સ્તર એકદમ જોખમી સ્તરે પહોંચી ગયું હોવાનું નોંધાયું છે. ત્યારે બેસ્ટે ડિઝલને બદલે તબક્કાવાર તમામ બસ ઈલેક્ટ્રિક કરવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે તે પોતાની પૉલિસીને જ ભૂલી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -