Homeદેશ વિદેશશૅરબજારમાં નવા વર્ષનો આરંભ બેતરફી બજારમાં નરમાઇથી થઇ શકે

શૅરબજારમાં નવા વર્ષનો આરંભ બેતરફી બજારમાં નરમાઇથી થઇ શકે

ગ્રહ સંકેત -વિનોદ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગો અને ખગોલીક સ્થિતિ: આ સપ્તાહના ગ્રહયોગોનો અભ્યાસ કરતાં સૂર્ય અને બુધની યુતિ બને છે. સૂર્ય અને હર્ષલનો ત્રિકોણયોગ થાય છે. આ સપ્તાહમાં ગુરુ અને શનિ સ્વગૃહી છે. આ સિવાય બીજા કોઇ મોટા યોગો બનતાં નથી.
આ ગ્રહયોગો બજારને કઇ દિશા આપશે તે જોઇએ…
શૅરબજાર: આ સપ્તાહમાં શૅરબજારમાં શરૂઆત સામાન્ય મજબૂતાઇથી થઇ શકે છે. બજારમાં વેચીને વેપાર કરતાં જવો હિતાવહ છે. સપ્તાહની શરૂઆતમાં વેચાણ દરેક ભાવે કરી શકાય. સપ્તાહની શરૂઆત અને મધ્યના દિવસોમાં બેતરફી બજાર રહી શકે છે. મધ્યના દિવસોમાં નફારૂપી લેવાલી આવતાં બજાર બેતરફી ચાલી શકે છે. માટે નફો બુક કરતાં જવો. સપ્તાહના અંતિમ દિવસોમાં પણ બજારની ચાલ બેતરફી રહે પણ ઊંચા મથાળે વેચીને વેપાર ગોઠવવો લાભદાયી રહે. આ સપ્તાહમાં દરેક ઉછાળે વેચીને વેપાર કરવાથી લાભ મળી શકે છે.
આ સપ્તાહમાં રિલાયન્સ બૅંન્ક, ફાઇનાન્સ સેકટરમાં વધઘટ જોવા મળી શકે
સોના-ચાંદી : આ સપ્તાહમાં સોના અને ચાંદી વાયદા અને હાજર બજાર નરમ રહી શકે છે. સોના અને ચાંદી વાયદા અને હાજરમાં આ સપ્તાહના શરૂઆતના દિવસથી જ બજારમાં વેચીને વેપાર ગોઠવવાથી લાભ મળી શકે છે. સપ્તાહના શરૂઆતના દિવસોમાં અને મધ્યના દિવસોમાં બજારમાં વેચવાલી આવી શકે છે. સપ્તાહની મધ્યમાં નફારૂપી લેવાલી આવતાં ભાવમાં સામાન્ય મજબૂતાઇ જોવા મળે. નફો બુક કરતા જવો. સોના અને ચાંદીમાં સપ્તાહની મધ્યના દિવસમાં સોના અને ચાંદીમાં મજબૂતી જોવા મળે.
બજારમાં નરમ ધ્યાન રાખીને વેપાર કરવો. પણ વધઘટ બન્ને સાઇડ આવી શકે છે માટે નફો બુક કરતાં જવો. આ સપ્તાહમાં દરેક ઊંચા ભાવે વેચીને વેપાર કરવો લાભદાયી થઇ શકે છે. સપ્તાહનાં અંતિમ દિવસોમાં સોના ચાંદી બજારમાં નરમ ભાવ જોવા મળે. એક કે બે દિવસ ઝડપી લેવાલી આવતા સારા નરમાઇ જોવા મળે.
ક્રૂડ ઑઈલ :આ સપ્તાહમાં ક્રૂડ ઑઇલમાં મજબૂત ભાવ જોવા મળે. ક્રૂડ ઑઇલમાં ભાવમાં મજબૂતાઇ બતાવી શકે છે. ક્રૂડ ઑઇલમાં શરૂઆતના દિવસથી સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવવો. આ સપ્તાહના શરૂઆતના દિવસોમાં સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવતા જવો. સપ્તાહની મધ્યના દિવસમાં બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. આ સપ્તાહમાં શરૂઆતના દિવસોથી મજબૂત ધ્યાન રાખી ને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં નવી લેવાલી આવતાં બજાર મજબૂત રહી શકે છે. આ સપ્તાહમાં ક્રૂડ ઑઇલમાં મજબૂત ભાવ રહી
શકે છે.
કોમોડિટી : કોમોડિટી બજારની શરૂઆત મજબૂત ભાવથી થાય. સિંગતેલ તેલ, કપાસીયા તેલ, એરંડા, તેલીબિયાં અને દિવેલમાં સપ્તાહની શરૂઆત મજબૂત ભાવથી થાય. સપ્તાહની શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર ગોઠવતાં જવો. આ સપ્તાહમાં તેલ તેલીબિયાં, કપાસિયા, એરંડા, દિવેલ, તેલમાં તેજી ધ્યાન રાખીને વેપાર દરેક ભાવે કરવો. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક કરતાં જવું લાભદાયી રહે.
આ દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય નરમાઇ અથવા સાંકડી વધઘટ જોવા મળે. પણ
મંદીનો વેપાર કરવો નહીં. કપાસિયા, એરંડા અને દિવેલ, તેલમાં
આ સપ્તાહમાં નવી લેવાલી આવતા હાજર અને વાયદામાં મજબૂતાઇ
જોવા મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -