સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા ધારીમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેણે આખા ગુજરાતમાં ભૂકંપ લાવી દીધો છે. અહીંના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાના પત્ની મુક્તાબેને ફોન પર વાત કરતા સમર્થકોને સાવરણા સાથે રહેવાનું એટલે કે આમ આદમી પાર્ટીને મત આપવાની સલાહ આપી છે. ધારીના ભૂતપૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ને આ વખતે પાર્ટીએ ટિકિટ આપી નથી. ઓડિયો ક્લિપમાં તેમના પત્ની કહે છે કે છેલ્લી ઘડી સુધી એમનું નામ બોલાતું હતું પરંતુ આખરે પૈસો કામ કરી ગયો અને તેમને ટિકિટ મળી નહીં.