ઉડાનમુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી-શ્ર્વેતા જોષી-અંતાણી
ખુશ્બુ- પહેલીવાર ટોળામાં ફેમિલી પિકનિક પર જવાની ના પાડી બધા વચ્ચે ટીખળનો ભોગ બની બેસેલી તરુણી. જોકે, તેનું કંઈ ચાલ્યું નહોતું મમ્મીની જીદ્દ ને પપ્પાના આદેશ સામે પણ અંદરથી ભયંકર સમસમી ગયેલી તે ત્યાં પહોંચીને પણ બહુ આનંદ કરી શકતી નહોતી. દરેકને એવું લાગતું હતું કે ખુશ્બુના જીવનમાં કંઈ અણગમતી ઘટના બની હશે કે કેમ એટલે અંકલ-આંટી, કઝીન્સ બધા એને પૂછ પૂછ કરે કે શું થયું છે? હવે, ખુશ્બુને દેખીતું કંઈ થયું જ નહોતું તો એ શું કહે?? આમ, કંઈ પાર્ટી-પિકનિક કરવામાં ખુશ્બુને ક્યારેય કોઈ વાંધો નહોતો આવતો એ મજા માણી લેતી, પરંતુ આજે ખબર નહીં એને બસ બધાથી અલગ બેસવાની ઈચ્છા થઈ છે એ વાત તેનું નાનું સરીખું મન કોઈને સમજાવી શકતું નહોતું એવામાં ત્યાં ખુશ્માની એન્ટ્રી થઈ. ખુશ્મા નામ પ્રમાણે એકદમ ખુશખુશાલ ખૂબસૂરત યુવતી હતી. સંબંધે ખુશ્બુની દૂરની બહેન. આવતાવેંત વાતોના ગપ્પા મારતી, લોકોની સાથે હળવામળવામાં તલ્લીન થયેલી ખુશ્માને જોઈ ખુશ્બુની મમ્મીએ ટોણો માર્યો. જો આમ હોય તું શું સાવ સોગિયું મોં રાખીને બેઠી છે!. હવે, ખુશ્બુથી સહન ના થયું એટલે તે સામે તાડુકી, જો પેલા મીના આન્ટીની ડોટર તને ક્યાંય દેખાય? એ તો ક્યારેય આપણી સાથે નથી આવતી. એના ઘેર જઈએ તો પણ રૂમની બહાર નથી નીકળતી. તને આવો-આવજો તો ઠીક સામે જોઈ હસતી પણ નથી. એને કોઈની સાથે બહુ ગમે નહીં. એકલું રહેવું જ એને ગમે એવું આન્ટી બધાને કહી દે છે ને? ત્યાં તો કોઈ કંઈ બોલતું નથી. હું તો એવી નથીને?
“હા, તું એવી નથી પણ તું ખુશ્મા જેવી પણ નથી ને?? આ પ્રશ્ર્નનો જવાબ ખુશ્બુ પાસે નહોતો એને પણ ખ્યાલ નથી આવતો કે શા માટે એ આવું અનુભવી રહી છે??
બાળક નિર્દોષ છે, નિખાલસ છે, નિ:શંક છે. ને હજુ આમાં જેટલાં વિશેષણો ઉમેરવા હોય આ દુનિયાની સારપના એ બધાં જ તમે ઉમેરી શકો છો, પરંતુ એ જ બાળક જ્યારે ટીનએજર બને છે ત્યારે પોતાની અંદર ઊપસી રહેલા વ્યક્તિત્વને સંપૂર્ણપણે ઓળખી શકતું નથી અને બીજી તરફ આપણે હજુ પણ એના બાળપણમાં જ જીવતા હોઈએ છીએ જેના કારણે ઊભી થતી ગૂંચવણ તેઓને ગૂંગળાવી દેતી હોય છે.
દરેક તરુણોની એક પર્સનાલિટી હોય છે, અનોખું વ્યક્તિત્વ બનેલું હોય છે તેની સાથે તરુણાવસ્થામાં જે કંઈ બની રહ્યું છે એ આખી ‘પ્રોસેસ’ કેટલી અઘરી હશે તેની સાથે જાણે કોઈને નિસ્બત હોતી નથી.
ખુશ્બુ પહેલા તો બધા સાથે બહુ જ બોલતી હમણાથી જ ઓછું થઈ ગયું છે. શા માટે? પેરેન્ટ્સને ના તો આવો કોઈ સવાલ થાય ના તો તે આવું જાણવાની કોઈ તસ્દી લે.
તરુણાવસ્થા આવતાં જ એકસમયે લગભગ બહિર્મુખ એટલે કે યડ્ઢિિંજ્ઞદયિિં સ્વભાવ ધરાવતું બાળક હવે અનાયાસે અન્ય વ્યક્તિત્વ વિકસાવવા તરફ જઈ રહ્યું હોય છે. ક્યારેક કોઈ સાવ અંતર્મુખી બની જાય તો અમુક કિસ્સાઓમાં ખુશ્બુ માફક એમ્બીવર્ટ એટલે કે જેઓ બહિર્મુખ કે અંતર્મુખ સ્વભાવની વચ્ચેના વ્યક્તિત્વના માલિક હોય છે તેવા બની જાય છે. તકલીફ એ છે કે આપણે ત્યાં આવો કોઈ સ્વભાવ હોય એ માનવામાં આવતું જ નથી એટલે એ માટે ના બહુ ચોક્કસ શબ્દો પણ અસ્તિત્વમાં નથી.
દરેક તરુણીમાં હોર્મોન્સના ફેરફારો અલગ અલગ હોય જેનો તેઓના વ્યક્તિત્વ નિર્માણમાં બહુ મોટો ફાળો છે. આ ઉપરાંત તેઓ કયા માહોલમાં ઉછેર્યા છે તેના પરથી પણ તેના વ્યક્તિત્વ નિર્માણ પર અસર થતી જોવા મળે છે. જોકે, ત્રણેયમાંથી એકેય પર્સનાલિટી સારી કે ખરાબ નથી, પરંતુ આજે એમ્બીવર્ટ તરુણોની સંખ્યા જ્યારે સમાજમાં વધી રહેલી છે ત્યારે એ વિશે થોડી સમજણ કેળવવી ચોક્કસ અગત્યની છે.
બહિર્મુખતા તેમજ અંતર્મુખતા જેવા વ્યક્તિત્વોનો વિચાર આજથી દોઢેક સદી પહેલા કાર્લ યંગ નામના એક સાયકિયાટ્રિસને આવેલો. એ માનતા કે, બહિર્મુખી સ્વભાવ ધરાવતા વ્યક્તિઓ અન્ય લોકોની આસપાસ રહી એનર્જી અનુભવતા હોય છે. તેઓ સામાજિક પ્રસંગો, પાર્ટી વગેરેમાં જવાનું પસંદ કરે, અન્યોની હાજરી અકળાવે નહીં પણ રાજીપો આપે જ્યારે અંતર્મુખી સ્વભાવના વ્યક્તિઓ એકાંત થકી એનર્જી મેળવતા જોવા મળે છે, પરંતુ અમુક તરુણો એવા પણ છે કે જેઓ આ બંન્નેમાંથી એકપણ પ્રકારમાં ‘ફીટ’ બેસતા ના હોય. તેઓ સ્વભાવે ‘એમ્બીવર્ટ’ હોય છે. તેઓનો ઝુકાવ બંન્ને તરફની પર્સનાલિટી તરફ થતો જોવા મળે છે. તેઓ પરિસ્થિતિની માગ મુજબ બંન્નેમાંથી કોઈ એક વ્યક્તિત્વ તરફ પોતાનું વલણ દર્શાવતા જોવા મળે છે.
તમે એક એમ્બીવર્ટ ટીનએજર છો એ કઈ રીતે ખબર પડે? જો તમે એક સારા વક્તા અને શ્રોતા બંન્ને હોવ એટલેકે, તમારામાં લોકોને સાંભળી શકવાની અને લોકો સાથે વાતો કરવાની ક્ષમતા એકસરખી રહેલી હોય.
પરિસ્થિતિ પ્રમાણે તમારા સ્વભાવને બદલી શકવાની આવડત ધરાવતા હોય જેમકે, કોઈ અજાણ્યા લોકો વાત કરે તો એને જવાબ આપવો, પરંતુ પછી બહુ લાંબી વાત ના કરવી.
તમને આમ સામાજિક પ્રસંગો ગમતા હોય, પરંતુ ચોક્કસ સમય વિતાવ્યા બાદ તમારું મન એકાંત ઝંખવા લાગતું હોય. લોકો તરફ સહાનુભૂતિની લાગણી તમારી અંદર વધુ જોવા મળતી હોય અને લગભગ દરેક પરિસ્થિતિને તમે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરતા હોય, પરંતુ એમ્બીવર્ટ હોવાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. બંન્ને પર્સનાલિટી તરફનો ઝુકાવને કારણે તમે બંન્ને તરફ લાભ લઈ શકો છો, જ્યારે જે જરૂરી હોય એ મુજબ ફાયદા મેળવી શકો છો તો એના કારણે જ લોકો તમારા ફ્લેક્સિબલ સ્વભાવનો ફાયદો પણ ઉઠાવી લેતા જોવા મળે છે, પરંતુ મુખ્ય વાત એ છે કે, તરુણાવસ્થામાં એમ્બીવર્ટ સ્વભાવ હોવો સામાન્ય છે જે અંગે જાણકારી મેળવવી એ દરેક ટીનએજર તેમજ તેઓના પેરેન્ટ્સની નૈતિક જવાબદારી બની રહે છે. ઉ