મુંબઈઃ બોલીવૂડની જાણીતી સિંગર કહો કે પછી એડલ્ટ યા પોર્ન સ્ટાર નેહા ભસીનના લાખો-કરોડો ચાહકો છે, જ્યારે તેના બોલ્ડ લૂકને લઈ તેને ટ્રોલ કરનારાની સંખ્યા પણ ઓછી નથી. ફેશન મુદ્દે પણ નેહા ભસીન સોશિયલ મીડિયા પર હંમેશાં ચર્ચામાં રહે છે, જેમાં તેના વ્યક્તિગત ફોટોગ્રાફ અને વીડિયોને પોસ્ટ કરવાનું કારણ જવાબદાર માનવામાં આવે છે. ચાહે એ પછી એક્સરસાઈઝની વાત હોય કે પછી બોલ્ડ ફોટોશૂટ જ કેમ જ ના હોય. આજે તો હદ કરી નાખી હતી નેહા ભસીને સ્પોર્ટર્સ વિયરમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
નેહા ભસીન અગાઉ પણ બોલ્ડ આઉટફિટસમાં પોતાના ફોટોગ્રાફ પોસ્ટ કરીને લોકોની ટીકાનો જોરદાર ભોગ બની હતી અને તેનો જવાબ પણ નેહા બોલ્ડ અંદાજમાં આપ્યો હતો. બિગ બોસ ફેમ અને જાણીતી સિંગર નેહા ભસીનને અનેક વખત લોકો પોર્નસ્ટાર તરીકે નવાજે છે, જ્યારે અમુક લોકો તેને લેડી ગગાની નકલ કરતી હોવાનો પણ કટાક્ષ કરી રહ્યા છે, પરંતુ તેનો જવાબ આપતા નેહાએ કહ્યું હતું કે મારા કપડા, બોડી વગેરેને લઈ લોકોમાં જોરદાર નેગેટિવિટી રહે છે.
હું આ બધી વાતોથી કંટાળી ગઈ છું. હું 21 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં છું. આ સંજોગોમાં લોકોએ મારા કપડા જોઈને ચિંતા કરવાનું બંધ કરવું જોઈએ. પોર્નસ્ટારથી તુલના કરવા અંગે સિંગરે કહ્યું હતું કે હું એ લોકોને પણ માન આપું છું, જે લોકો એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે કામકાજ કરે છે. તેઓ છુપાઈને કામ કરે છે અને સોસાયટી છુપાઈને જુએ છે. નેહાએ કહ્યું હતું કે મને કંઈ પણ કહે પણ મને ખરાબ લાગતું નથી, કારણ કે કંઈ પણ બોલવાથી હું એવી થઈ જતી નથી. હું નેહા ભસીન જ રહીશ, એવું તેણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
થોડા દિવસ પૂર્વે મુંબઈની એક ઈવેન્ટમાં પણ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ ઈવેન્ટમાં નેહા ભસીન રિવીલિંગ ટયુબ ટોપ અને સ્કર્ટમાં જોવા મળી હતી, જ્યારે આ ડ્રેસ જોરદાર બોલ્ડ હતો. એ ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી તેની તુલના લોકો ઉર્ફી સાથે કરી હતી.
View this post on Instagram
અહીં એ જણાવવાનું કે નેહા ભસીન તેના ગીતોને લઈ લોકોમાં જાણીતી બની છે, જે બિગ બોસ 14 સિઝનમાં જોવા મળી હતી અગાઉ બિકિનીમાં ફોટો પોસ્ટ કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. નેહાએ મેરે બ્રધર કી દુલ્હન, ગુંડે, નિરજા, સુલ્તાન અને ટાઈગર જિંદા હૈ વગેરે ફિલ્મોમાં હીટ સોંગ ગાયા છે, જ્યારે તેના ગીતને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે.