પ્રિયંકા ચોપરા બોલીવૂડની એક એવી અભિનેત્રી છે, જે કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. વૈશ્વિક અભિનેત્રી પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ભારત આવી રહી છે. આ ખુશી અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરી છે. અભિનેત્રીએ પોતાની ખુશીનું કારણ પણ શેર કર્યું છે. નોંધનીય છે કે પ્રિયંકા લગભગ ત્રણ વર્ષ બાદ પોતાના ઘરે પરત ફરી રહી છે. આ જ કારણે તે ખૂબ જ ઉત્સાહિત છે.
પ્રિયંકા ચોપરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. અભિનેત્રીએ બોર્ડિંગ પાસનો ફોટો શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે હું આખરે ઘરે જઈ રહી છું… લગભગ ત્રણ વર્ષ પછી… કોરોના રોગચાળા બાદ પ્રિયંકા પ્રથમ વાર ભારતમાં પગ મૂકી રહી છે.
પ્રિયંકા ચોપરા આ વર્ષે એપ્રિલમાં ભારત આવવાની હતી. તેણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે “હું ભારત જવા માટે મરી રહી છું. ભારતના દરેક શહેર અને રાજ્યની પોતાની શૈલી, અલગ ભાષા, અલગ જીવનશૈલી છે. અલગ સંસ્કૃતિ, અલગ ખોરાક, અલગ કપડાં અને અલગ રજાઓ બધું અલગ છે. તેથી જ્યારે પણ હું અન્ય દેશમાં જાઉં છું ત્યારે હું હંમેશા વિચારું છું કે હું આગામી રજામાં ભારત આવીશ અને રજાઓ ઉજવીશ.