બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર વીડિયો કે ફોટો પોસ્ટ કરતી હોય છે. પોતાના બિન્દાસ અંદાજ, ફિટનેસ અને કમાલની ફેશન સેન્સને લઇને એક્ટ્રેસ હંમેશા જ ચર્ચામાં રહે છે. હાલમાં જ ફરી એક વખત મલાઈકાએ સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટો પોસ્ટ કરીને ફેન્સની દિલની ધડકન તો વધારી જ દીધી હતી, પણ પોતાના બોડી પાર્ટ પર રહેલું સિક્રેટ ટેટુ પણ ફ્લોન્ટ કર્યું હતું.
હાલમાં મલાઇકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે, જેમાં તે બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં મલાઈકાએ પોતાનું લોઅર બેક ટેટૂ ફ્લોન્ટ કર્યુ હતું. મલાઈકાની આ માદક અદા પર ફેન્સ એકદમ ફ્લેટ થઈ ગયા હતા.
વાત જાણે એમ છે અત્યારે મલાઇકા અરોરા દુબઇની એક ઇવેન્ટમાં સ્પોટ થઈ હતી અને આ ઈવેન્ટમાં મલાઇકાએ બ્લેક કલરનું ગાઉન પહેર્યું હતું. મલાઈકાનું આ બ્લેક ગાઉન બેકલેસ હતું. આ જ ગાઉનમાં તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેનું લોઅર બેક ટેટૂ જોવા મળી રહ્યું છે.
જોકે, આ પહેલાં પણ મલાઈકાએ આ રીતે પોતાના બોડી પાર્ટના ટેટુ વીડિયો અને ફોટોના માધ્યમથી સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. 49 વર્ષની મલાઇકા સ્ટાઇલ આઇકોન તો છે જ પરંતુ તેની ફિટનેસ માટે પણ તેના ખૂબ વખાણ કરવામાં આવે છે. મલાઇકા તેના જિમ લુક્સના કારણે પણ ચર્ચામાં રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મલાઇકા અરોરા હાલમાં તેના શો ‘મૂવિંગ ઇન વિથ મલાઇકા’ને લઇને ચર્ચામાં હતી અને આ શો પર તેણે પર્સનલ લાઇફ સાથે જોડાયેલા અનેક ચોંકાવનારા ફેક્ટ્સનો ખુલાસો કર્યો હતો.