Homeફિલ્મી ફંડાઅમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં લંગરમાં સેવા આપતો જોવા મળ્યો એક્ટર

અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં લંગરમાં સેવા આપતો જોવા મળ્યો એક્ટર

ટૂંક સમયમાં જ બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલની ફિલ્મ ‘IB71’ ની રિલીઝ થવા જઈ રહી છે અને ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. અમૃતસરના ગુરુદ્વારા પહોંચ્યા બાદ એક્ટરે સેવાદારની જેમ લંગરના વાસણો પણ સાફ કરતો જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટર હંમેશાં જ તેના ડાઉન ટુ અર્થ સ્વભાવ માટે પ્રખ્યાત રહ્યો છે, પરંતુ તેનો આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકો તેના વખાણ કરતા થાકી નથી રહ્યા. વિદ્યુત જામવાલે પોતે આ વીડિયો પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો છે જેમાં તે વાસણો સાફ કરતો જોવા મળી રહ્યો છે.

વિડિયો શેર કરતાં વિદ્યુત જામવાલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે– Waheguruji #BlessingsForIB71. આ વીડિયોમાં વિદ્યુત જામવાલ વાસણ સાફ કરતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વિડિઓને થોડીવારમાં અસંખ્ય લાઇક્સ મળી છે. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું- મેન વિથ ગોલ્ડન હાર્ટ. એક વ્યક્તિએ ટિપ્પણી કરી – તમે ખૂબ સારા છો સર. જો આ બધું પ્રમોશન માટે હોય તો તે યોગ્ય નથી. લોકો તમને ખૂબ પ્રેમ કરે છે.

તાજેતરમાં જ ફિલ્મ IB-71નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ‘કમાન્ડો’ ફેમ અભિનેતા આ ફિલ્મમાં આઈબી ઓફિસરની ભૂમિકા ભજવતો જોવા મળશે. જબરદસ્ત એક્શનથી સજ્જ તેની આ ફિલ્મ 12મી મેના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. સત્ય ઘટના પર આધારિત, આ વિદ્યુત જામવાલની ફિલ્મનો પ્લોટ 1971ની આસપાસનો છે. વિદ્યુત હંમેશા એક્શન ફિલ્મો કરતો આવ્યો છે અને આ ફિલ્મમાં પણ તે તેની અત્યાર સુધીની અન્ય ફિલ્મોની જબરદસ્ત સ્ટંટ સીન્સ કરતો જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -