Homeદેશ વિદેશમુસ્લિમ યુવાનોને ઉશ્કેરીને ઉગ્રવાદી બનાવવાની પ્રવૃત્તિ જોખમી

મુસ્લિમ યુવાનોને ઉશ્કેરીને ઉગ્રવાદી બનાવવાની પ્રવૃત્તિ જોખમી

મુસ્લિમ યુવાનોને ઉશ્કેરીને ઉગ્રવાદી બનાવવાની પ્રવૃત્તિ જોખમી

નવી દિલ્હી: ઉગ્રવાદી ઉશ્કેરણી, ખાસ કરીને મુસ્લિમ યુવાનોને ઉગ્રપંથી બનાવવાની પ્રવૃત્તિ રાષ્ટ્રીય સલામતી સામે મોટા પડકાર રૂપ હોવાનું વરિષ્ઠ અમલદારોએ દિલ્હીમાં યોજાયેલા સુરક્ષા સંમેલનમાં જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા સુરક્ષા સંમેલનમાં ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ સ્તરના આઈપીએસ અમલદારોએ રાષ્ટ્રની સલામતી સામે જોખમો અને પડકારોના વિવિધ મુદ્દાની છણાવટ કરતા અભ્યાસપત્રો રજૂ કર્યા હતા. તાજેતરમાં પૂર્ણાહુતિ
પામેલા સુરક્ષા સંમેલનમાં રજૂ કરાયેલા અભ્યાસપત્રોમાં સલામતી સામેના જોખમોમાં ધાર્મિક કટ્ટરપંથી પ્રવૃત્તિને મુખ્ય ગણાવાઈ હતી. આઈપીએસ અમલદારોના અભ્યાસપત્રોમાં જણાવવામાં આવ્યું હતું કે કટ્ટરપંથી વિચારો અને પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસાર માટે ઉપદેશ-પ્રબોધનની પ્રવૃત્તિની વ્યાપકતા, ઇન્ટરનેટ, ઇ-મેઈલ, એન્ક્રીપ્ટેડ ફોર્મ સહિત સંદેશવ્યવહારના આધુનિક માધ્યમો અને સાધનો સરળતાથી ઉપલબ્ધ થવા, સરહદ પારથી સંચાલિત આતંકવાદી પ્રવૃત્તિ તેમ જ પાકિસ્તાન તરફથી ઉગ્રપંથીઓ-આતંકીઓને અપાતું પ્રોત્સાહન જવાબદાર છે.
ત્રણ દિવસના સુરક્ષા સંમેલનમાં દેશના ૩૫૦ ટોચના પોલીસ અમલદારો સામેલ થયા હતા. તેમાં વડા પ્રધાન ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અભ્યાસપત્રોમાં જણાવવામાં આવ્યું હતું કે ઇસ્લામના ધર્મગ્રંથો અને ધાર્મિક ઉપદેશોના ઉગ્રપંથી અર્થઘટનો દ્વારા યુવા વર્ગને ગેરમાર્ગે દોરનારાં સંગઠનો દેશભરમાં સક્રિય છે. એ સંગઠનો સમુદાય ‘અન્યાયનો ભોગ’ બનતો હોવાની લાગણી યુવા વર્ગમાં ફેલાવે છે. આ પ્રકારનાં સંગઠનોમાં તાજેતરમાં પ્રતિબંધિત જાહેર કરાયેલા પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ), અન્ય પ્રતિબંધિત જૂથ સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (સિમિ), વહાદત-એ-ઇસ્લામી, ઇસ્લામિક યુથ ફેડરેશન, હિઝ્બ-ઉત-તહેરિર અને અલ ઉમ્માહનો સમાવેશ હોવાનું અભયાસપત્રોમાં જણાવવામાં આવ્યું હતું.
અભ્યાસપત્રોમાં જણાવાયું હતું કે પીએફઆઈની સ્થાપના વર્ષ ૨૦૦૬માં કરવામાં આવી હતી. દક્ષિણ ભારતનાં ત્રણ સંગઠનોને ભેગાં કરીને પીએફઆઈની સ્થાપના કરવામાં આવી હતી. દર્સ-એ-કુરાન અને હલે હદિસ જેવી ધાર્મિક ઉપદેશાત્મક પ્રવૃત્તિઓ દ્વારા મુસ્લિમ યુવાનોમાં કટ્ટરપંથી વિચારો ફેલાવાય છે. ઘણા મુસ્લિમ યુવાનો અખાતના દેશોમાં રહીને પૈસા સાથે કટ્ટરપંથી વિચારો લઇને આવે છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -