ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આક્રામક રીતે પ્રચાર કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી હતી. પાર્ટીએ આજે 7 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. આ સાથે આપે કુલ 158 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે.
અગાઉ બહાર પડેલી યાદીમાં દહેગામ બેઠક પરથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરતું આજે બહાર પડેલી યાદીમાં જણાવવામાં આવ્યું કે તેઓ દહેગામથી ચૂંટણી નહીં લડે, તેમની જગ્યાએ સુહાગ પંચાલ દહેગામથી AAPના ઉમેદવાર રહેશે. યુવરાજને સ્ટાર પ્રચારક તરીકે નિમાયા છે.
યુવરાજસિંહ જાડેજાએ મેડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું એક, અમે રાજકારણ કરવા માટે નહીં પરંતું રાજકારણ બદલવા માટે આવ્યા છે તેના ભાગરૂપે મેને જે કાર્યભાર આપવામાં આવ્યો હતો, દહેગામની બેઠકના બદલે ગુજરાતની યુવા શક્તિને એકજૂથ કરવા માટે મને સ્ટાર પ્રચારક તરીકેની નિમણુક આપવામાં આવી છે. પાર્ટીનો નિર્ણય હું સ્વીકારુ છું.
આજે આપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અંજારથી અર્જન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીમડીથી મયુર સાકરીયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી સ્વેજળ વ્યાસ, ઝઘડિયાથી ઊર્મિલા ભગનો સમાવેશ કરવામાં આવ્યો છે.