Homeઆમચી મુંબઈથાણેવાસીઓ બુધવારે પાણી સંભાળીને વાપરજો...

થાણેવાસીઓ બુધવારે પાણી સંભાળીને વાપરજો…

થાણેઃ થાણે મહાનગર પાલિકાની 2000 મિમી વ્યાસની મુખ્ય જળવાહિતી લોઢા ધામ ખાતે ઈન્ડિયન નેશનલ હાઈવે એન-એચ ત્રણની બાજુમાં ખસેડવાનું કામ હાથ ધરવામાં આવશે અને આ જ કારણે બુધવારે સવારે 9થી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી થાણેના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો ખંડિત કરવામાં આવશે. થાણે પાલિકા દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણી સંભાળીને વાપરવાની ભલામણ કરવામાં આવી છે.
થાણે મહાનગરપાલિકા ક્ષેત્રના માજીવાડા, ઘોડબંદર રોડ, પાટલીપાલા, ગાંધીનગર, સિદ્ધાંજલ, ઋુતુપાર્ક, જેલટાકી, સિદ્ધેશ્વર, સમતાનગર, ઈંદિરાનગર, લોકમાન્ય નગર, શ્રીનગર, રામનગર, ઈટર્નિટી, જોન્સન સાકે, રૂસ્તમજી અને કળવા તેમ જ મુંબ્રાના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. આ શટડાઉનને કારણે પાણીપુરવઠો પૂર્વવત થાય ત્યાં સુધી આગામી એક-બે દિવસ સુધી પાણીપુરવઠો ઓછા દબાણથી થાય એવી શક્યતા પણ પાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
દરમિયાન થાણે મહાપાલિકા ક્ષેત્રમાં પાણી પુરવઠા બાબતે આવેલી ફરિયાદો, શટડાઉનના સમયમાં આવતી ફરિયાદોને પગલે પાણી પુરવઠા વિભાગના જુનિયર એન્જિનિયરથી લઈને એક્ઝિયક્યુટિવ એન્જિનિયર વગેરેની થાણે મહાપાલિકાના કમિશનર દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી અને તેમણે આ બેઠકમાં અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -