થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) દ્વારા હાલમાં જ કબૂતરોને ચણ નાંખવાની મનાઇના ચેતવણીવાળા પોસ્ટર ઘણી જગ્યાએ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરના માધ્યમથી થાણે મન્યુનિસિપલ કોર્પોરેશન લોકોને કબૂતરના કારણે ફેલાતા હાઇપરએન્સીટીવ નિમોનિયા અંગે જાણ કરવા માંગે છે. જો કે આ અંગે મુંબઇ મહાનગર પાલિકા દ્વારા કોઇ એડવાઇઝરી બહાર પાડવામાં આવી નથી. એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ આ પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો કબૂતરને ચણ નાંખતા પકડાશે તેમના પર 500 રુપિયાનો દંડ નાંખવામાં આવશે. તેમાં એમ ણફ જણાવવામાં આવ્યું છે કે, મુંબઇ અને પૂણેમાં કબૂતરને કારણે ફેલાતા હાઇપરસેન્સીટીવ નિમોનિયાના દર્દીઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. અને જે લોકો પહેલેથી જ ફેંફસાન કોઇ બિમારીથી પિડાય છે તેમને આ બિમારી થવાની શક્યતા 60 થી 65 ટકા વધી જાય છે.
થાણેના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ થાણે નમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત આ અંગે સભાનતા લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. કારણ કે કબૂતરના પીંછા કે તેમાંથી નીકળતા પાર્ટીકલ્સને કારણે થતા આ હાયપરસેન્સીટીવ નિમોનિયાની આડઅસર અને ગંભીરતા અંગે હજી લોકો સજાગ નથી. તબીબો પણ આ બિમારી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે, પણ હજી સુધી તેમની પાસે આ બિમારી અંગેના ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી.