ભારતીય સ્ટાર ક્રિકેટર અને ચાર વખત આઈપીએલ વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની આઈપીએલની તૈયારીઓ માટે ચેન્નાઈ પહોંચી ગયો છે. આઈપીએલની સોળમી સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. IPL 31 માર્ચથી 28 મે વચ્ચે રમાશે. ચેન્નાઇ પહોંચેલા ‘થાલા’ ધોનીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોનીના સ્વાગત માટે ચાહકો એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા. ધોની એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે ચેન્નાઈની ટીમ સાથે જોડાશે. ધોનીના આગમનના સમાચાર સાંભળીને તેના ચાહકોનો આનંદ આસમાને પહોંચી ગયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીના આગમનનો વીડિયો ચેન્નાઈની CSK ફેન ક્લબ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ધોનીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એરપોર્ટ પર ધોનીનું સ્વાગત ઢોલના તાલે કરવામાં આવ્યું હતું.
Welcome home Thala 💛 #MSDhoni pic.twitter.com/9oCgNsyk8V
— Dhoni Army TN™ (@DhoniArmyTN) March 2, 2023