ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ સિઝન 16’ના સ્પર્ધક અને એક્ટર શિવ ઠાકરેએ એક લક્ઝરી કાર ખરીદી હતી અને સોશિયલ મીડિયા પર આ કારનો ફોટો કરીનેતેણે ચાહકોને તેની જાણ કરી હતી. શિવ ઠાકરેની બ્લેક કાર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પોતાની પહેલી કાર ખરીદીને, બિગ બોસના ખેલાડીએ ચાહકો સાથે ખુશી શેર કરી હતી અને કહ્યું હતું કે આજે મારું સપનું સાકાર થયું.
ઈન્સ્ટાગ્રામ પર શિવ ઠાકરેના ફોટા વાઈરલ થઈ રહ્યો છે જેમાં શિવ કારના શોરૂમની બહાર જોવા મળી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે બિગ બોસ મરાઠી-2ના વિજેતા શિવ ઠાકરેએ બ્લેક કલરની ટાટા હેરિયર કાર ખરીદી છે અને આ કારની કિંમત આશરે રૂપિયા 30 લાખ જેટલી છે.
એક અહેવાલ મુજબ, શિવે પોતાની મહેનતની કમાણીમાંથી પોતાની જાતને જ આ કાર ભેટમાં આપી છે. કાર ખરીદતી વખતે શિવ ઠાકરે ગુલાબી સૂટમાં ખૂબ જ હેન્ડસમ હંક અવતારમાં જોવા મળ્યો હતો. અભિનેતાએ એવું પણ કહ્યું હતું કે ભલે આ કાર મર્સિડિઝ નથી, પરંતુ તેનું મૂલ્ય તેના માટે હંમેશા મર્સિડિઝ જેટલું જ રહેશે.
કાર ખરીદ્યા બાદ એક્ટરના ચહેરા પર તેની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. શિવે નવી કારની પૂજા કરી હતી અને કહ્યું હતું મારી પ્રથમ કાર ખરીદવી એ મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. હું ખૂબ જ ખુશ છે અને વિશ્વાસ નથી કરી શકતો કે મારું કાર ખરીદવાનું સપનું આખરે સાકાર થયું છે.
બિગ બોસ ફેમ શિવે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ મારા માટે ખૂબ જ મોટી વાત છે કારણ કે આ પહેલાં મેં બે સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી. પણ જ્યારે તમે નવી કાર ખરીદો છો તો તેની વાત જ એકદમ અલગ હોય છે. મારા માટે ખરેખર આ ખૂબ જ મોટી વાત છે. મારા માટે મારી આ નવી કાર મર્સિડીઝ કે ફેરારીથી જરાય ઓછી નથી. હું સિદ્ધિવિનાયકના દર્શન માટે જઈશ કારણ કે આ બધું બાપ્પાના કારણે જ બન્યું છે…
View this post on Instagram