પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં મોટો વિસ્ફોટ થયો છે . કહેવામાં આવી રહ્યું છે કે નમાજ શરૂ થતાં જ એક ફિદાઇને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલામાં 20 લોકોના મૃત્યુ થયા છે અને 70 લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, જેને કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો. વિસ્ફોટમાં મસ્જિદની એક દિવાલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. વિસ્ફોટની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બાદમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સંપૂર્ણ વિસ્તારને સીલ કરી દીધો છે અને માત્ર એમ્બ્યુલન્સને જ વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ મસ્જિદની બહાર અરાજકતાનો માહોલ છે. લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. સ્થાનિક લોકો ઘાયલ લોકોને કારમાં ભરીને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે લોકો મસ્જિદમાં નમાજ પઢવા માટે એકઠા થયા હતા.
Blast in police lines mosque in #Peshawar, dozen of people injured. pic.twitter.com/TQ0gUcDIV6
— Khurram Iqbal (@khurram143) January 30, 2023
જોકે, પેશાવરની મસ્જિદમાં બ્લાસ્ટની આ પહેલી ઘટના નથી. આ પહેલા માર્ચ 2022માં એક શિયા મસ્જિદમાં મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 57 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 200 લોકો ઘાયલ પણ થયા હતા. આ વિસ્ફોટ શુક્રવારની નમાજ દરમિયાન થયો હતો, જ્યારે પવિત્ર દિવસના અવસર પર મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા. આ વિસ્ફોટ પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં સ્થિત જામિયા મસ્જિદ તરીકે ઓળખાતી પ્રખ્યાત શિયા મસ્જિદમાં થયો હતો.
پشاور میں پولیس لائنز کی مسجد میں نماز ظہر کے دوران دھماکے کے نتیجے میں ابھی تک کی اطلاعات کے مطابق 50 افراز زخمی ہیں۔#Peshawar pic.twitter.com/XxRn1dFA7u
— Khurram Iqbal (@khurram143) January 30, 2023