પ્રયાગરાજમાં અતીક અહેમદ અને એના ભાઇની હત્યાબાદ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. હત્યાના બનાવ બાદ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યાંજ પ્રયાગરાજના કર્બલા, ચકિયા, રાજરુપપુર અને કેસરિયા વિસ્તારમાંથી પત્થરબાજી અને તોડફોડના સમાચરો આવી રહ્યાં છે.
અતીક અહેમદ અને એના ભાઇની હત્યા બાદ યુપીના તમામ જિલ્લાઓમાં ધાર -144 લાગુ કરવામાં આવી છે. લખનઉના હુસૈનાબાદમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી. પ્રયાગરાજમાં અતીક અને તેના ભાઇની હત્યા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટિમ તૈનાત થઇ ગઇ છે. દરમિયાન પ્રયાગરાજના કર્બલા, ચકિયા, રાજરુપપુર અને કેસરિયા વિસ્તારોમાંથી પત્થરબાજીના સમાચારો આવી રહ્યાં છે. તેનો વિડીયો પણ સામે આવ્યો છે. જોકે આ અંગે હજી વિસ્તૃત માહિતી મળી નથી. ત્યાં જ પ્રયાગરાજમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
મીડિયા સાથે વાત કરતાં એક પોલિસ અધિકારીએ જણાવ્યું હતું અમે ઘટનાની તપાસ કરી રહ્યાં છે. હમણાં કંઇ પણ કહેવું યોગ્ય નથી. જે લોકોને પડકવામાં આવ્યા છે તેમની પૂછપરછ થઇ રહી છે. અતીક અને અશરફને રુટિન ચેકઅપ માટે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની. હત્યાના ત્રણે આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેમની પૂછપરછ થઇ રહી છે.
પોલીસે આ અંગે વધુ જાણકારી આપી નથી પણ તેમણે જણાવ્યું કે ઘટના સ્થળેથી ત્રણ પિસ્તોલ, એક મોટરસાઇકલ, એક વિડીયો કેમેરા અને એક ન્યૂઝ ચેનલનો લોગો પડેલો મળ્યો છે. આશંકા છે કે ત્રણે આરોપીઓ મિડીયા કર્મી બનીને આવ્યા અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. એમણે ગળામાં ઓળખપત્ર પણ પહેર્યુ હતું.
આ ઘટનાની તપાસ માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ત્રણ સદસ્યોની ન્યાયીક કમિટી બનાવી છે. જે આ હત્યાની તપાસ કરશે. રાજ્યને હાઇ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે અધિકારીઓએ જણાવ્યું કે અતીક અને એના ભાઇની સુરક્ષામાં તેનાત 17 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.