(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આવેલી લગભગ એક સદી જૂની ૪૯૫ કિલોમીટર લાંબી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનના સમારકામ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૧૧.૫૨ કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડ્યા છે. પાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરનારી ગટરલાઈનના સમારકામ હાથ ધરવામાં આવ્યા હતા. એ દરમિયાન બ્રિટિશ કાળમાં બંધાયેલી લગભગ, ૧૪,૨૮૫ મીટરની ગટર જર્જરીત હાલતમાં હોવાનું જણાયું હતું.
ગટર લાઈનમાં અનેક જગ્યાએ તિરાડ પડેલી હોવાથી ગમે ત્યારે રસ્તો ધસી પડવાનું જોખમ નિર્માણ થયું હતું. તેથી પાલિકા દ્વારા જીઓપોલીમર લાઈનિંગ ટ્રેન્ચલેસ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને મોટા પાયા પર આ ગટર લાઈનનું સમારકામ કરવામાં આવવાનું છે. તબક્કાવાર કરવામાં આવનારા સમારકામ અને નવેસરથી નાખવામાં આવનારી પાઈપલાઈનના કામ માટે પાલિકાએ શુક્રવારે ૧૧.૫૨ કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડ્યા હતા.
બ્રિટિશ કાળમાં જમીનની નીચે આ લાઈનો નાખવામાં આવી હતી. જમીનની નીચે આવેલી આ લાઈનની સફાઈ કરવા દરમિયાન લગભગ ૪૯૫ કિલોમીટરની ડ્રેનેજ લાઈનમાં તિરાડો પડેલી અને અનેક જગ્યાએ ઈંટો તૂટી પડી હોવાનું જણાયું હતું. તેથી ભવિષ્યમાં રસ્તો ધસી પડવા જેવી હોનારતનું જોખમ છે. તેથી પાલિકાએ આ ડ્રેનેજ લાઈનના સમારકામ માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલૉજી બૉમ્બે (આઈઆઈટી) અને વીરમાતા જીજાબાઈ ટૅક્નોલૉજીકલ ઈન્સ્સ્ટિટ્યૂટની સલાહ મુજબ જીઓપોલિમર લાઈનિંગ ટ્રેન્ચલેસ ટેક્નિકનો ઉપયોગ કરવાની છે.
હાલમાં રહેલી સ્ટોર્મવોટર ડ્રેઈન્સ સંપૂર્ણ રીતે ખરાબ સ્થિતિમાં છે એમ ધ્યાનમાં રાખીને જિયોપોલિમર લાઈનિંગ ડિઝાઈન કરવામાં આવશે. આ કામના અમલમાં મુકવા માટે ઍજન્સીને નીમવા માટે ટેન્ડરો મગાવવામાં આવ્યા છે. આ ટૅક્નિકનો ઉપયોગ કરીને વર્ષો જૂની ડ્રેનેજ લાઈનનું આયુષ્ય હજી ૫૦ વર્ષ સુધી વધારવામાં આવશે. એટલું જ નહીં પણ તેને કારણે ભારે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહને વેગ મળશે અને વરસાદી પાણીનો નિકાલ પણ ઝડપી બનશે. આ ટ્રેન્ચલેસ ટૅક્નોલૉજી હોવાને કારણે કામ રસ્તા ઉપર ખોદકામ વિના કરવામાં આવશે, અને ટ્રાફિક અથવા રાહદારીઓને કોઈ અડચણ નહીં આવે. ઉ