(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યનાં ૧૫ શહેરોમાં ગરમી ૪૦ ડિગ્રીને પાર પહોંચી હતી. રાજ્યમાં સૌથી વધુ ૪૫.૩ ડિગ્રી તાપમાન પાટણમાં નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ગાંધીનગર, વડોદરા, ભુજ સહિતનાં શહેરોમાં પારો ઊંચકાતા ભારે ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ૧૫ શહેરોમાં ગરમી ૪૦ ડિગ્રીને પાર પહોંચી હતી. જ્યારે પાટણમાં સૌથી વધુ ૪૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ૪૪.૪ ડિગ્રી તાપમાન, આણંદમાં ૪૩.૭ ગાંધીનગરમાં ૪૩.૫ ડિગ્રી, વડોદરા અને અમરેલીમાં ૪૩.૨ ડિગ્રી તાપમાન, રાજકોટમાં ૪૨.૯, ડીસામાં ૪૨.૮ ડિગ્રી તાપમાન, કેશોદમાં ૪૨.૭, ભૂજમાં ૪૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં ૫ થી ૮ ડિગ્રી તાપમાનમાં વધારો થયો છે. જેથી રાજ્યમાં સુકા અને ગરમ પવન ફુંકાઇ રહ્યા છે.
મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી ઉપર પહોચ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, અને દીવમાં
હિટવેવની સ્થિતિ રહેશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. ઉ