પત્ની રાજશ્રીએ આપ્યો દીકરીને જન્મ
ચારે બાજુ પરેશાનીઓ વચ્ચે ઘેરાયેલા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના ઘરેથી સારા સમાચાર આવ્યા છે. તેજસ્વી યાદવના ઘરે લક્ષ્મીનું આગમન થયું છે. તેજસ્વી યાદવની પત્ની રાજશ્રી યાદવે પુત્રીને જન્મ આપ્યો છે. આરજેડી નેતા તેજસ્વીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, “ભગવાને ખુશ થઇને પુત્રી રત્નના રૂપમાં ભેટ મોકલી છે.”
ईश्वर ने आनंदित होकर पुत्री रत्न के रूप में उपहार भेजा है। pic.twitter.com/UCikoi3RkM
— Tejashwi Yadav (@yadavtejashwi) March 27, 2023
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને રાબડી દેવી દાદા અને દાદી બની ગયા છે. તેજસ્વીની બહેન રોહિણી આચાર્યએ પણ ટ્વીટ કરીને આ સારા સમાચાર આપ્યા છે.
भाई-भाभी के चेहरे पर खिली मुस्कान रहे
मेरे घर में खुशियों का सदा यूँही वास रहे🙏मन सुख के सागर में गोते भरे
पापा बनने की खुशी में
भाई तेजस्वी के चेहरे
पे ऐसी खुशियां झलके.. pic.twitter.com/s11XwLLWo4— Rohini Acharya (@RohiniAcharya2) March 27, 2023