(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ટેક્નોલોજીથી અખૂટ માહિતી મળે છે, પરંતુ આ માહિતીના યોગ્ય ઉપયોગ માટેનો સાચો દૃષ્ટિકોણ શિક્ષક જ આપે છે. એટલું જ નહીં, ડીપ લર્નિંગ દ્વારા લોજિકલ ક્ધક્લુઝન સુધી પહોંચવાનું મહત્ત્વનું કાર્ય પણ ગુરુ જ શીખવે છે અને એટલે જ ૨૧મી સદીમાં શિક્ષકોની ભૂમિક બૃહદ બની ગઈ છે એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
ગાંધીનગરના વલાદ ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ર૯માં દ્વિવાર્ષિક અધિવેશનનો પ્રારંભ કરાવતાં વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, ૨૧મી સદીની જરૂરિયાત અનુસાર ટીરિંગ-લર્નિંગના સમાયોજનથી તૈયાર કરાયેલી આ નીતિ પ્રેક્ટિકલ આધારિત છે અને તેના ઘડતરમાં લાખો શિક્ષકોનો પરિશ્રમ સમાયેલો છે. વર્ષો જૂની અંગ્રેજોની શિક્ષણનીતિના સ્થાને આ નીતિમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત માતૃભાષામાં આપવાનું નિયત કરાયું છે. જે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી બની રહેશે.
વડાપ્રધાને ગુજરાતમાં શિક્ષકો સાથેના તેમના અનુભવોને યાદ કરતાં જણાવ્યું કે ગુજરાતના શિક્ષકો સાથેના અનુભવો રાષ્ટ્રીયસ્તરે શિક્ષા નીતિના ઘડતરમાં તેમના માટે દિશાદર્શક
બન્યા છે.
‘હું આજીવન વિદ્યાર્થી છું’ તેવું ગૌરવભેર જણાવતાં વડા પ્રધાને શિક્ષકોની મહત્તા દર્શાવતા કહ્યું હતું કે આઝાદીના આ અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પ સાથે ભારત જ્યારે આગળ વધી રહ્યું છે, ત્યારે તેમાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્ત્વની બની રહેવાની છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના અનુભવો યાદ કરતાં કહ્યું કે આજે ગુજરાતે દેશભરમાં શિક્ષણક્ષેત્રે ટોચનું સ્થાન મેળવ્યું છે, ત્યારે એક સમયે અહીંનો ડ્રોપઆઉટ રેશિયો ૪૦ ટકાની નજીક હતો. જેમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા સૌથી વધુ હતું. જ્યારે આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાનના વિષયો ભણીને ડૉક્ટર કે એન્જિનિયર બનનારા વિદ્યાર્થીઓ નહીંવત હતા. તેની સાથે આજની શિક્ષણનીતિના પરિણામે ડ્રોપઆઉટ રેશિયો ઘટીને ત્રણ ટકાની અંદર આવી ગયો છે, જ્યારે ઉંમરગામથી અંબાજી સુધી અનેક વિજ્ઞાનશાળાઓ બની છે. જેના પરિણામે અનેક આદિવાસી વિદ્યાર્થીઓ ડૉક્ટર અને એન્જિનિયર બન્યા છે.
૨૧મી સદીના બદલાતાં વિશ્ર્વમાં ભારતની શિક્ષા વ્યવસ્થા અને છાત્રાના અભિગમ પરિવર્તનશીલ રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે આજે આપણી પાસે માહિતીના અનેક સ્રોત છે, પરંતુ તેમનો વિવેકપૂર્ણ અને યોગ્ય ઉપયોગ કરવાનું દિશાદર્શન શિક્ષકોએ કરવાનું છે. પરિણામે, શિક્ષકોએ પણ સતત અપડેટ રહેવું અત્યંત જરૂરી છે. શિક્ષકે શિક્ષણ સાથે સ્વયં છાત્રના ગાઇડ અને મેન્ટોર બનવાનું છે અને આ તક નવી શિક્ષણનીતિ પર્સનલ અને પ્રોફેશનલ અભિગમ સાથે લર્ન-અનલર્ન અને રિ-લર્નના માધ્યમથી આપે છે. ઉ