Homeદેશ વિદેશતૈયબાનો આતંકી અબ્દુલ રહેમાન મક્કી યુએન દ્વારા વૈશ્ર્વિક આતંકવાદી જાહેર

તૈયબાનો આતંકી અબ્દુલ રહેમાન મક્કી યુએન દ્વારા વૈશ્ર્વિક આતંકવાદી જાહેર

ભારતની મુત્સદ્દીગીરીને મળી શાનદાર સફળતા: ચીન આખરે ઝૂક્યું

સંયુક્ત રાષ્ટ્ર: ભારત માટે એક મોટી રાજદ્વારી જીતમાં, અબ્દુલ રહેમાન મક્કીને યુએન દ્વારા વૈશ્ર્વિક આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ચીને પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફને બ્લૅકલિસ્ટ કરવાના સંયુક્ત ભારત-યુએસ પ્રસ્તાવ પર વાપરેલા વિટોને આખરે હટાવી લીધો હતો.
યુએન સિક્યુરિટી કાઉન્સિલની ૧૨૬૭ ઈંજઈંક (ઉફ’યતવ) અને અલકાયદાની પ્રતિબંધ સમિતિએ ૬૮ વર્ષીય મક્કીને સોમવારે આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો હતો. પરિણામે ભારત અને તેના સાથીઓના વર્ષોના પ્રયત્નો પછી તે સંપત્તિ ફ્રીઝ, મુસાફરી પ્રતિબંધ અને શસ્ત્ર પ્રતિબંધનો સામનો કરશે.
એલિટી ચીફ હાફિઝ મુહમ્મદ સઈદના સાળા અને જમાત ઉદ દાવા અને એલિટીની રાજકીય બાબતોની શાખાના વડા, એવા મક્કીને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાના ભારત અને અમેરિકા દ્વારા ૧૬ જૂન, ૨૦૨૨ના રોજ રજૂ થયેલા પ્રસ્તાવ પર પાકિસ્તાનના નજીકના સાથી એવા ચીને રોક લગાવ્યાના સાત મહિના પછી મક્કીનું નામ યાદીમાં સામેલ થયું છે.
મક્કીને વૈશ્ર્વિક આતંકવાદી તરીકે બ્લૅકલિસ્ટ કરવા પર ચીને તેની ટેકિનકલ સ્થગતિ કેમ હટાવવાનું નક્કી કર્યું તે પ્રશ્ર્નના જવાબમાં, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને આ પગલાંનો બચાવ કરતા કહ્યું કે આતંકવાદીઓની સૂચિ વૈશ્ર્વિક આતંકવાદ વિરોધી સહયોગને વધારવા માટે અનુકૂળ છે અને આતંકવાદ વિરોધી પ્રયાસો બદલ ઈસ્લામાબાદની પ્રશંસા કરી હતી.ભારતે મંગળવારે મક્કીને
વૈશ્ર્વિક આતંકવાદી જાહેર
કરવાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે આ ક્ષેત્રમાં આતંકવાદના જોખમો વધુ છે અને લાદવામાં આવેલા પ્રતિબંધો આવા જોખમોને રોકવા માટે એક અસરકારક સાધન છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ કહ્યું કે ભારત આતંકવાદ વિરુદ્ધ વિશ્ર્વસનીય, ચકાસી શકાય તેવી અને અફર કાર્યવાહી કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પર દબાણ કરવાનું ચાલુ રાખશે.
મક્કીને સૂચિબદ્ધ કરવાની પ્રક્રિયા દરમિયાન ચીન એકમાત્ર -હોલ્ડઆઉટ હતું. ચીને વારંવાર પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને સૂચિબદ્ધ કરવા માટેની ભારત અને તેના સહયોગીઓ દ્વારા બિડ પર સ્થગન અને અવરોધ મૂક્યા છે.
મે ૨૦૧૯માં, ભારતે યુએનમાં મોટી રાજદ્વારી જીત મેળવી હતી જ્યારે વૈશ્ર્વિક સંસ્થાએ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્ર્વિક આતંકવાદી તરીકે જાહેર કર્યો હતો. નવી દિલ્હીએ આ મુદ્દા પર પ્રથમ વખત વિશ્ર્વ સંસ્થાનો સંપર્ક કર્યો હતો તેના એક દાયકા પછી. અઝહરને બ્લૅકલિસ્ટ કરવાની બિડ પર ૧૫-રાષ્ટ્રોની સંસ્થામાં ચીન એકમાત્ર હોલ્ડ-આઉટ હતું, જેણે “ટેકિનકલ હોલ્ડ મૂકીને પ્રયાસોને અવરોધિત કર્યા હતા.
પ્રતિબંધ સમિતિએ મક્કીને સામેલ કરવા માટેના કારણોનો વર્ણનાત્મક સારાંશ પ્રદાન કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે મક્કી અને અન્ય લશ્કર-એ-તૈયબા/જમાત-ઉદ-દાવાના ઓપરેટિવ્સ ભંડોળ એકત્ર કરવામાં, ભરતી કરવામાં અને યુવાનોને હિંસા માટે કટ્ટરપંથી બનાવવા અને ભારતમાં હુમલાઓનું આયોજન કરવામાં સામેલ છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં.
યુએનએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે મક્કી લશ્કર-એ-તૈયબા, જમાત-ઉદ-દાવાનો નાયબ અમીર/ચીફ અને રાજકીય બાબતોની વિંગનો વડો છે. તેણે એલઈટીના વિદેશી બાબતોના વડા તરીકે પણ કામ કર્યું હતું અને શૂરા (સંચાલન મંડળ)નો સભ્ય છે. તે ચીફ હાફિઝ મુહમ્મદ સઈદનો સાળો છે.
આ ઘટનાના પ્રતિભાવમાં યુએનમાં ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે મક્કીનું યાદીમાં સામેલ થવું એ ભારતીય મુત્સદ્દીગીરી માટે વિશાળ સફળતા છે.
નોંધપાત્ર છે કે ભારત દ્વારા જૂન, ૨૦૨૨માં મક્કીને પ્રતિબંધ સમિતિ હેઠળ સૂચિબદ્ધ કરવાની થયેલી દરખાસ્ત યુએનમાં ભારતના રાજદૂત તરીકે તિરુમૂર્તિના કાર્યકાળમાં કરવામાં આવી હતી.
યુએન એમ્બેસેડરમાં ભારતના ભૂતપૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્વીટમાં કહ્યુું, માટે ૧ વધુ સફળતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -