Homeઆમચી મુંબઈસોલાપુરમાં ૧૫૦ મૅગાવૉટનો સૌર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ કરશે ટાટા પાવર

સોલાપુરમાં ૧૫૦ મૅગાવૉટનો સૌર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ કરશે ટાટા પાવર

મુંબઈ-નવી દિલ્હી: મહારાષ્ટ્રના સોલાપુરમાં ૧૫૦ મૅગાવૉટના સૌર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ કરવા માટે ‘લેટર ઓફ એવોર્ડ’નો પત્ર મળ્યો છે, એમ ટાટા પાવર રિન્યૂએબલ એનર્જીએ જણાવ્યું હતું.
પ્રસ્તાવિત પ્રોજેક્ટના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ)ની અમલી તારીખના અઢાર મહિનાના સમયગાળામાં પ્રોજેક્ટને ચાલુ કરવામાં આવશે, એમ અહેવાલમાં જણાવ્યું હતું. મહારાષ્ટ્રના સોલાપુરમાં ૧૫૦ મૅગાવૉટના સૌર ઊર્જાના પ્રોજેક્ટનું નિર્માણ કરવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ (એમએસઈડીસીએલ) તરફથી ટાટા પાવરની સબ્સિડિયરી કંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઈએલ)ને ‘લેટર ઓફ એવોર્ડ’ (એલઓએ) મળ્યો છે, એવું એક અહેવાલમાં જણાવ્યું હતું.
એલઓએ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા જીતવામાં આવી હતી અને ત્યાર બાદ ઈ-રિવર્સ હરાજી કરવામાં આવી હતી. ટીપીઆરઈએલના સીઈઓ આશીષ ખન્નાએ કહ્યું હતું કે પ્રસ્તાવિત પ્રોજેક્ટ હરિયાળા ભવિષ્ય તરફ સંક્રમણ માટે ટકાઉ ઈકો-સિસ્ટમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે અને ભવિષ્યમાં વિશ્ર્વકક્ષાના સૌર ઊર્જાના પ્રોજેક્ટસ તરફ પહોંચાડવાની સંભાવનાને ટેકો આપે છે.
મહારાષ્ટ્રના સોલાપુરમાં સૌર ઊર્જાના પ્રોજેક્ટની સાથે ટીપીઆરઈએલની કુલ રિન્યુએબલ ક્ષમતા ૩,૮૭૭ મૅગાવૉટ (સૌર – ૨,૯૪૯ મૅગાવૉટ અને પવન – ૯૨૮ મેગાવોટ) અને અમલીકરણના વિવિધ તબક્કા હેઠળ ૧,૯૯૦ મૅગાવૉટની સ્થાપિત ક્ષમતા સાથે ૫,૭૮૬ મૅગાવૉટ પર પહોંચી ગઈ છે.
(પીટીઆઈ)

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -