શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર એનજીઓના કાર્યકર્તાઓએ મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો અને આ મેરેથોનમાં ભાગ લઈને તેઓ એકત્રિત થનારી દાનની રકમનો જરુરિયાતમંદો માટે ઉપયોગ કરવામાં આવશે.
ઉંમર તો ખાલી નંબર છે…
80 વર્ષના દાદી કુમુદિની કાળેએ પણ મુંબઈ મેરેથોનમાં ભાગ લઈને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને તેમણે જણાવ્યું હતું કે મને પહેલાંથી દોડવાનો શોખ છે અને હજી પણ જ્યાં સુધી મારા પગ ચાલશે ત્યાં સુધી હું દોડીશ. વ્યવસાયે તેઓ ગાયનેકોલોજિસ્ટ છે.
હમ કિસી સે કમ નહીં…
મેરેથોનમાં ભાગ લેવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 12 વર્ષથી હોવી જોઈએ ઘણસોલીની એએસપી ગ્રુપ ઓફ સ્કુલ્સના 12 વર્ષથી 15 વર્ષની વચ્ચેના 65 જેટલા વિદ્યાર્થીઓએ મેરેથોનમાં ભાગ લઈને ઉત્સાહ અને જુસ્સાની કોઈ ઉંમર નથી હોતી એ સાબિત કરી દેખાડ્યું હતું.