તસવીરની આરપાર – ભાટી એન.
પૃથ્વીના સ્વર્ગ સમાન માઉન્ટ આબુ પ્રાચીન સંસ્કૃતિનો અનુપમ ખજાનો, સહેલાણીઓનું મનમોહક પ્રવાસન સ્થાન, આસ્થાળુઓનું યાત્રાધામ, જૈનોનું કલાત્મક દેરાસર, ઋષિઓની તપોભૂમિ ઊંચા ઊંચા ગગનચૂંબી શિખરો ઉનાળાનો ઉષ્ણતામાનનો પારો ઊંચે ચઢે તેમ શીતલહેરની મોજમજા માણવા પ્રવાસીઓ આ તરફ દોડ મૂકે છે…! માઉન્ટ આબુનું સર્વોચ્ચ શિખર ગુરુ શિખર ૫૬૫૩ ફૂટ ઊંચાઈએ આવેલ છે. એ મનહર જગ્યાએથી સૃષ્ટિનું નિર્દેશન કરતા જાણે ‘એરોપ્લેન’માંથી નિહાળતા હોય તેવી અનુભૂતિ તંતોતંત થાય છે…! અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ આબુ પર્વત લગભગ ૩૦ કિ.મી. લાંબો ૨૪.૩૬ ઉત્તર અક્ષાંશ તથા ૭૨.૪૫ પૂર્વ દશાતર આવેલ છે. રાજસ્થાન આખો રેગીસ્તાન (રેતીનો વિસ્તાર) છે, જેમાં આબુ પર્વત જ લીલોછમ છે…! જ્યાં ગરમીની સિઝનમાં ઠંડુંગાર વાતાવરણ રહે. હિન્દુ લોકો દેવતાઓનું નિવાસસ્થાન માને, જૈન લોકો દેલવાડાના દેરાના કારણે તીર્થસ્થળ ગણે છે.
માઉન્ટ આબુની કંદરાઓ ગગનચૂંબી છે. તેમાં વાંસ, તાડ, આંબા, ચંપો, ચમેલી, કેવડો અને જુહી જેવા સુગંધિત ફૂલો વૃક્ષોમાં નિહાળવા મળે છે. પશ્ર્ચિમ ભારતમાં ખાસ ઠંડકતા માટે ખૂબ જ પ્રચલિત એવું માઉન્ટ આબુ પર્વત બનાસ નદીના પાદરમાંથી પસાર થાય છે. આબુ રોડ અમદાવાદથી ૧૬૮ કિ.મી. દૂર આવેલ છે. આબુરોડ રેલવે સ્ટેશન બહાર નીકળતા બસ સ્ટેન્ડ આવે ત્યાંથી મિનિમમ ભાડાથી ૨૮ કિ.મી. દૂર માઉન્ટ આબુ જવાય. આ ૨૮ કિ.મી.નો રસ્તો ઊંચા શિખરોને ગોળાકાર ફરતા ચઢાણવાળા વિસ્તારમાંથી ધીમી ગતિએ ચાલતી બસમાંથી નયનરમ્ય પર્વતોને નિરખવાનો અતુલ્ય લહાવો અદ્ભુત લાગે છે. આબુ એટલે આરસ પથ્થરોનો શ્ર્વેત ખજાનો અહીં આરસ પથ્થરની ઘણી બધી ખાણો આવેલ છે, જેથી આબુ રોડ ગામમાં આરસની ઘણી ફેકટરી આવેલ છે. આબુરોડથી માઉન્ટ આબુ પહોંચ્યા બાદ પ્રવાસમાં ગુરુ દત્તાત્રેય સુધીનો પ્રવાસ કરાવે. અહીં રહેવા તેમ જ જમવાની ઉત્તમોત્તમ સુવિધા પ્રાપ્ત છે. માઉન્ટ આબુમાં અસંખ્ય હોટલો અને ખરીદીનો ભવ્ય ખજાનો છે. રોજના હજારો યાત્રિકો પ્રવાસીઓની આવનજાવન રહે છે. અહીં સુખી સંપન્ન લોકો પોતાની મોટરકાર લઈને ફેમિલી સંગાથે આવે છે. ઉનાળાની સિઝન ખૂલવાની તૈયારી છે. શિયાળો અલવિદા કહે છે અને ઉનાળાના આકરા તડકા પડવાનો શુભારંભ થવા લાગ્યો છે. ગરમીથી શિતળતાનું સુરક્ષા કવચ માટે માઉન્ટ આબુ ધ બેસ્ટ હિલ સ્ટેશન છે. તેમ જ જૈનોના દેલવાડાના દેરા તેમ જ અસંખ્ય ધર્મસ્થળની મુલાકાતે જાણે માનવ સહેલાબની મેળો ભરાયો હોય તેમ માનવ મહેરામણ માઉન્ટ આબુ ઉપર આવી જશે…! ત્યારે વાચકોને આ લેખ પૂરક ગાઈડને ખૂબ જ ઉપયોગી થાય તે માટે મેં રૂબરૂ માઉન્ટ આબુની મુલાકાત લઈ વિવિધ આહ્લાદ્ક નયનરમ્ય તસવીરોનો નઝારા સાથે માઉન્ટ આબુની સંક્ષિપ્ત માહિતી અત્રે પ્રસ્તુત છે. ઉ