તસવીરની આરપાર – એન.
ગુર્જર વસુંધરા પર ગુણ સુંદરતાસભર અસંખ્ય પક્ષીઓ વિહરે છે…! પણ કાળક્રમે અમુક પક્ષીઓ લુપ્ત થવાના આરે છે…! અરે… આપણા ઘરઆંગણે નિહાળવા મળતી ‘ચકલી’ ઓછી થવા લાગી છે તો અન્ય પક્ષીની સંખ્યા ગણીગાંઠી રહી છે…! તેનું મુખ્ય કારણ હોય તો
ગુજરાતનું સમૃદ્ધ જંગલ દિનપ્રતિદિન કપાતું જાય છે…!? અને તેની બદલે તેની અસર પર્યાવરણ પર પડી છે…! તેમાં જંગલ પર નિર્ભર પશુ-પક્ષીઓ લુપ્ત થવા લાગ્યા તેનું જતન કરવાવાળું કોણ…!? આજુ જ દુર્લભ પક્ષી ‘ઢઊકકઘઠ કઊૠૠઊઉ ૠછઊઊગ ઙઈંૠઊઘગ= હરિયાળ છે. તે અમુક સમયે જ દેખાય છે. નહીંવત્ પ્રમાણમાં ‘હરિયાળ’ બચ્યાં છે.
આ હરિયાળ કબૂતર જેવું ભરાવદાર લાગે. લીલો, પોપટી, પીળા ને રાખોડી રંગ ભીન્ન… ભીન્ન જગ્યાએ નિરખવા મળે પણ લાગે સોહામણું કલરફૂલ બ્યુટીફૂલ. તેની માદક અદા તન-મનને પ્રફુલ્લિત કરે, વાઈલ્ડ લાઈફ તસવીરો- વીડિયોગ્રાફી તરફ વધુ ફોકસ કરતાં અત્યાધુનિક કેમેરોને ૬૦૦નો વિરાટ ટેલી લેન્સ લીધા છે. આથી ખાસ કરી પક્ષીઓની બારીકમાં રૂવાટી અને આંખો સ્પષ્ટ દેખાય આવી બેનમૂન તસવીરો લેવા વાંકાનેરના સરધારકાની બાંડકી વીડીમાં નિલગાય ને પક્ષીઓની તસવીરો ભાટી એન ગયાને પીપળાંના ઝાડ પર ‘હરિયાળ’ નર, માદા પક્ષી સજોડે આવ્યાને પોતાની ચાંચથી પાંખો પસારતા ને સ્નેહ ભાવ કેળવતા જોડાજોડ બેઠાને પ્રેમભીની અદામાં મેટિંગ પણ કરેલ આવી વિરલ ક્ષણો લેવામાં આધુનિક ટેલી લેન્સથી હરિયાળ પક્ષીની તસવીરો લીધી. હરિયાળ પક્ષી ૧૩ ઇંચ (૩૨ સે.મી.) કબૂતર જેવડું હોય છે. ભરાવદાર માથું રાખોડી, પીઠ લીલી. નીચેના ભાગે પીળાશ પડતી પૂંછડી, નીચે ખભા જાંબલી. તેનો અવાજ મીઠી સિસોટી મારે. સાંઠીકડાનો માળો બનાવી બે ઈંડા મૂકે. આવું લુપ્ત થતું હરિયાળની અદ્ભુત તસવીરો નિહાળો. ઉ