બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુએ દિલ્હીમાં 1984માં સિખ વિરોધી રમખાણો દરમિયાન પોતાના પરિવારના ભયાનક અનુભવ વિશે વાત કરી હતી અને એ અનુભવ વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે એ સમયે તો મારા માતા-પિતાના લગ્ન નહોતા થયા. તોફાનીઓએ શક્તિનગર સ્થિત પિતાના ઘરને ઘેરી લીધું હતું, પણ આસપાસના પડોશીઓએ પિતાને ઉગારી લીધા હતા.
એક ઈન્ટરવ્યુ દરમિયાન તાપસીએ જણાવ્યું હતું કે એ સમયે મારા માતા-પિતાના લગ્ન નહોતા થયા. મમ્મી ઈસ્ટ દિલ્હીમાં રહેતી હતી અને પિતા શક્તિ નગરમાં રહેતાં હતા. એ સમય વિશે જે કંઈ પણ હું જાણું છે એ બધું મેં એમની પાસેથી જ સાંભળ્યું છે. મારી મમ્મીએ મને જણાવ્યું હતું કે જે વિસ્તારમાં તે રહેતી હતી એ વિસ્તાર તો સેફ હતો, પરંતુ શક્તિનગરમાં પિતાનું એક માત્ર સિખ પરિવાર રહેતો હતો. પપ્પાના ઘરની બહાર હંમેશા એક જોંગા ઊભી રહી હતી અને એ સમયે ખૂબ ઓછા લોકો પાસ કાર જોવા મળતી હતી.
એ સમયે લોકો તલવાર, પેટ્રોલ બોમ્બ લઈને આવ્યા ત્યારે એમને ખબર હતી કે અહીંયા એક જ સિખ પરિવાર રહેતો હતો. ઘરવાળા તો લાઈટ બંધ કરીને છુપાઈ ગયા હતા. ભાગવાનો કોઈ જ ઓપ્શન નહોતો, કારણ કે એમને ખબર પડી ગઈ હતી કે તેમનું ઘર ઘેરાઈ ગયું છે તો ભાગીને જવું ક્યાં? જ્યાં પપ્પા રહેતાં હતા એ બિલ્ડિંગમાં બીજી ચાર ફેમિલી પણ રહેતી હતી. જ્યારે તોફાનીઓએ અમારી ફેમિલી વિશે પૂછ્યું તો બાકીની હિંદુ ફેમિલિએ કહ્યું કે આ લોકો તો ભાગી ગયા. પછી એમને ખબર પડી કે ઘરની બહાર ઉભેલી જોંગાએ આ સિખ ફેમિલીને છે તો તેમણે એ કારને સળગાવી ગીધી. આ રીતે પડોશીઓએ અમારા પરિવારને તોફાનોમાંથી ઉગારી લીધા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તાપસી ફિલ્મ દોબારામાં જોવા મળી હતી અને હવે તે શાહરુખ ખાન સાથે ફિલ્મ ડંકીમાં કામ કરતી જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષના અંત સુધીમાં આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે અને તેનું નિર્દેશન ડિરેક્ટર રાજકુમાર હિરાની કરી રહ્યા છે.